________________
છ પદનો પત્ર
૫૭.
જે સત્પરુષોએ સદ્ગુરુની ભક્તિ નિરૂપણ કરી છે, તે ભક્તિ માત્ર શિષ્યના કલ્યાણને અર્થે કહી છે. જે વ્યક્તિને પ્રાપ્ત થવાથી સદ્ગુરુના આત્માની ચેષ્ટાને વિષે વૃત્તિ રહે, અપૂર્વ ગુણ દૃષ્ટિગોચર થઈ અન્ય સ્વચ્છંદ મટે, અને | સહેજે આત્મબોધ થાય એમ જાણીને જે ભક્તિનું નિરૂપણ કર્યું છે, તે ભક્તિને અને તે પુરુષોને ફરી ફરી ત્રિકાળ નમસ્કાર હો!
સદ્ગુરુના ઉપકાર પ્રત્યે અહીં અહોભાવ વ્યક્ત કર્યો છે. ત્રણે કાળના તમામ સત્વરુષોએ સદ્ગુરુની ભક્તિ નિરૂપણ કરી છે. આ કાળમાં ભક્તિમાર્ગ સર્વોત્કૃષ્ટ કહેવાય છે. જ્ઞાનમાર્ગમાં અનેક પ્રકારના પડવાના સ્થાનકો બતાવ્યા છે. ક્રિયામાર્ગમાં પણ અસત અભિમાન, દૈહિક ક્રિયામાં આત્મનિષ્ઠા વગેરે દોષ આવે છે. દરેક માર્ગમાં આવતાં વિનો તરફ જ્ઞાનીઓ લાલબત્તી કરે છે. આ કાળમાં પાત્રતા લાવવા માટે ભક્તિમાર્ગ શ્રેષ્ઠ છે. પરમકૃપાળુદેવે પત્રાંક- ૨૦૧ માં કહ્યું છે કે, ઘણા ઘણા પ્રકારથી મનન કરતાં અમારો દઢ નિશ્ચય છે કે ભક્તિ એ સર્વોપરી માર્ગ છે, અને તે સત્યરુષના ચરણ સમીપ રહીને થાય તો ક્ષણ વારમાં મોક્ષ કરી દે તેવો પદાર્થ છે.
પરમકૃપાળુદેવે આપણને આ અનુભવનું અમૃત આપ્યું છે કે ભક્તિમાર્ગ આ કાળના જીવો માટે યોગ્ય છે અને ભક્તિથી પાત્રતાની વૃદ્ધિ થાય છે. આત્મજ્ઞાન માટેની પાત્રતાની પણ વૃદ્ધિ થાય છે.
ગાંધીજીએ પરમકૃપાળુદેવને ધર્મસંબંધી ૨૭ પ્રશ્નો પૂળ્યાં હતાં, જેમાં એક પ્રશ્ન એ પણ હતો કે “અભણને ભક્તિથી મોક્ષ મળે ખરો કે?' (પત્રાંક - પ૩૦ - પ્રશ્ન - ૨૪) જેને શબ્દજ્ઞાન નથી, જેને લખતાં આવડતું નથી, અને જેને બીજી કોઈ સૂઝ-બૂઝનથી એવાં ગામડાનાં અંગૂઠાછાપને કે શહેરની મોટી મોટી ડીગ્રીઓ વાળાને જ્ઞાન થાય? ગાંધીજી તો બેરિસ્ટર હતા એટલે તેમના પ્રશ્નો પણ જોરદાર હોય. ભક્તિથી “જ” આ તો ગાંધીજી છે. એટલે “જ” શબ્દ મૂક્યો છે. ભક્તિથી મોક્ષ મળે એ વસ્તુ જુદી. ભક્તિથી “જ મોક્ષ મળે? તો પરમકૃપાળુદેવ જવાબ આપે છે કે ભક્તિ જ્ઞાનનો હેતુ છે. જ્ઞાન મોક્ષનો હેતુ છે. અક્ષરજ્ઞાન ન હોય તેને અભણ કહ્યો હોય, તો તેને ભક્તિ પ્રાપ્ત થવી અસંભવિત છે, એવું કંઈ છે નહીં. અક્ષરજ્ઞાન ના હોય એવો અભણ પણ ભક્તિ કરી શકે છે. તેના માટે આત્માની પાત્રતા, ઉપાદાનની યોગ્યતા જોઈએ. ભક્તિ એટલે પુરુષમાં ગુણાનુરાગ. સત્પરુષની આજ્ઞા પ્રમાણે ચાલવાનો અંદરમાં ઉત્સાહ જાગે અને પુરુષનો બોધ સાંભળવાની તાલાવેલી જાગે તો જગતના તમામ જીવનો તે સેવક અને દાસ થઈ જાય છે.