________________
છ પદનો પત્ર
૫૪૯
વ્યવહા૨ સમ્યગ્દર્શનનું પણ જેનું ઠેકાણું નથી એ જીવને નિશ્ચય સમ્યગ્દર્શન તો ક્યાંથી થઈ શકે ? માટે, પહેલા વ્યવહાર સમ્યગ્દર્શનનો પાયો મજબૂત કરો અને એનો પાયો મજબૂત થવા માટે આ છ પદની શ્રદ્ધા છે. નવતત્ત્વ કહો કે છ પદ કહો બે'ય એક જ વાત છે.
મોક્ષ કહ્યો નિજશુદ્ધતા, તે પામે તે પંથ; સમજાવ્યો સંક્ષેપમાં, સકળ માર્ગ નિથ.
- શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર - ગાથા - ૧૨૩
―
નવતત્ત્વનો વિસ્તાર કેટલો ? ૧૪ પૂર્વ છે. જીવતત્ત્વનું વર્ણન કોઈ સામાન્ય વાત નથી. કેમ કે, એના અનંત ગુણો છે અને દરેક ગુણો તો વાણી દ્વારા આવી શકતા પણ નથી. લેખનમાં પણ આવી શકતા નથી. એ અનુભવે સમજાય છે. તો સંક્ષેપની અંદરમાં અમે આ સમ્યગ્દર્શન પ્રાપ્ત થાય એવી સામગ્રી આની અંદરમાં મૂકી છે. જો આ સામગ્રીને તમે બરાબર અંદરમાંથી ફંફોળશો, ઢંઢોળશો તો આમાંથી સમ્યગ્દર્શનનું, રત્નત્રયનું પડીકું નીકળે એવું છે. સમ્યગ્દર્શનજ્ઞાન-ચારિત્ર એ ત્રણેય યુગપત્ હોય છે. સમ્યગ્દર્શન થઈ ગયું ને ચારિત્ર નથી આવ્યું એમ નથી. અંશે ચારિત્ર પણ સાથે હોય છે. કેમ કે, સર્વગુણાંશ તે સમ્યક્ત્વ કહ્યું છે. આ છ પદને સંક્ષેપમાં જણાવ્યા છે. જેમ જેમ વિસ્તારથી વિચારીએ છીએ તેમ તેમ તેના સંસ્કાર અંદરમાં દૃઢ થાય છે, મજબૂત થાય છે. ચારે બાજુથી આપણે એનો પરિચય કરવાથી ધારણાજ્ઞાનમાં એ સંસ્કાર ઊંડા જાય છે. જેમ જેમ પરિચય વિશેષ થાય છે તેમ તેમ ધારણાજ્ઞાન મજબૂત થાય છે. એ ધારણાજ્ઞાન ઉપયોગને સ્વભાવ બાજુ વાળવાનું કામ કરે છે. ‘રુચિ અન્યાયી વીર્ય, ચરણધારા સધે’ જ્યાં રુચિ થઈ, જ્યાં ધારણા મજબૂત થઈ, તો હવે ઉપયોગ જે ૫૨૫દાર્થો તરફ હતો; એ ઉપયોગને સ્વ બાજુ વળવા ધારણાજ્ઞાન ધક્કો મારે છે કે ભાઈ! તું ક્યાં ફરે છે ! સુખ અહીં છે, જ્ઞાન અહીં છે, આનંદ અહીં છે. તારા આત્માનું સર્વતોમુખી કલ્યાણ અહીં રહેવાથી છે અને તું બહાર ક્યાં ભાગે છે !
સંક્ષેપમાં છે, પણ જો એને સમજીએ તો પરિભ્રમણનો અંત આવી જાય, એવી આ વાત છે. આ એકદમ પ્રયોજનભૂત વાત છે. સંક્ષેપમાં સમજવું એટલે નિશ્ચય અને વ્યવહારના પડખાંથી અને હેય-જ્ઞેય-ઉપાદેયથી સમજવું. તમે છ પદ દ્વારા સંક્ષેપમાં સમજો અને છ પદને સમજીને પછી ‘હું આત્મા છું’ એવો દૃઢ નિર્ણય કરો. આત્મતત્ત્વનો નિર્ણય ક૨વા માટે આ છ પદ છે.