________________
૫૮૪
છ પદનો પત્ર - સત્યરુષની આજ્ઞામાં વર્તવાનો જેનો દૃઢ નિશ્ચય વર્તે છે અને જે તે નિશ્ચયને આરાધે છે, તેને જ જ્ઞાન સમપરિણામી થાય છે, એ વાત આત્માર્થી જીવે અવશ્ય લક્ષમાં રાખવા યોગ્ય છે. અમે જે આ વચન લખ્યાં છે, તેના સર્વ જ્ઞાનીપુરુષો સાક્ષી છે.
જ આ વાત છે એ બહુ અગત્યની છે. વ્યવહારમાર્ગ અને પરમાર્થમાર્ગ વચ્ચેનો પુલ છે. સપુરુષની આજ્ઞામાં વર્તવાનો જેનો દઢ ઈનશ્ચય વર્તે છે અને જે તે નિશ્ચયને આરાધે છે, એટલે આજ્ઞાનું આરાધન કરે છે, આજ્ઞા પ્રમાણે વર્તે છે તેને જ જ્ઞાન સમ્યપરિણામી થાય છે. તેને જ! કયો શબ્દ વાપર્યો છે? તેને જ.
સ્થાનક પાંચ વિચારીને, છઠે વર્તે છે; પામે સ્થાનક પાંચમું, એમાં નહિ સંદેહ.
– શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર - ગાથા - ૧૪૧ આજ્ઞાએ કેમ વર્તવું એ કોઈને પૂછવાનું હોતું નથી. અંદરમાંથી આત્મા જ એનો જવાબ આપે કે આમ આજ્ઞા છે અને આમ વર્તે. પરમકૃપાળુદેવે ‘ઉપદેશ છાયામાં બહુ સરસ કહ્યું છે.
બીજી બધા પ્રકારની કલ્પનાઓ મૂકી, પ્રત્યક્ષ સત્પરુષની આજ્ઞાએ વચન સાંભળવાં. તેની સાચી શ્રદ્ધા કરવી, તે આત્મામાં પરિણમાવવા તો સમકિત થાય. શાસ્ત્રમાં કહેલ મહાવીર
સ્વામીની આજ્ઞાથી દરેક વર્તે તેવા પ્રકારના જીવો હાલમાં નથી. હાલના જીવો કેવા છે? તે શ્રી મોક્ષમાળાના શિક્ષાપાઠ-૫૩ માં મૂક્યું છે. તેમાં હાલના જીવો વિષે કહ્યું છે. “વંદ નડીય
મા” એવું ઉત્તરાધ્યયનસૂત્રમાં વચન છે; એનો ભાવાર્થ એ છે કે છેલ્લા તીર્થંકર મહાવીરસ્વામીના શિષ્યો વાંકા ને જડ થશે. ભગવાનની આજ્ઞા પ્રમાણે વર્તે તેવા જીવો અત્યારે નથી. કાળ વિકરાળ છે. કુગુરુઓએ લોકોને અવળો માર્ગ બતાવી ભુલાવ્યા છે. મનુષ્યપણું લૂંટી લીધું છે. એટલે જીવ માર્ગમાં કેમ આવે? જો કે કુગુરુઓએ લૂંટી લીધા છે, પણ તેમાં તે બિચારાઓનો વાંક નથી. કેમ કે, કુગુરુને પણ તે માર્ગની ખબર નથી.
મહાવીરસ્વામીની આજ્ઞા પ્રમાણે માનીને વર્તનારા જીવો આ કાળમાં છે નહીં. બહુ તો આંગળીના વેઢે ગણાય એટલાં છે. માટે આ કાળમાં તો પ્રત્યક્ષ સત્પરુષની આજ્ઞા અનુસાર જે જીવો આજ્ઞાંકિતપણે આરાધન કરે છે, તેમને જ્ઞાન સમ્યપરિણામી થાય છે. એ વાત આત્માર્થી જીવે અવશ્ય લક્ષમાં રાખવા યોગ્ય છે. મતાર્થી જીવની વાત અહીં નથી. એટલે કે સ્વચ્છંદી જીવની વાત અહીં નથી, પણ આત્માર્થી જીવની વાત છે. જે આત્માર્થી જીવ છે, મુમુક્ષુ જીવ છે,