________________
૫૯૨
છ પદનો પત્ર બદલો કોઈ રીતે વાળી શકાતો નથી. વાણી દ્વારા પણ કહી શકાય નહીં. જે કાંઈ પણ તમારા સંયોગમાં છે એ બધું અર્પણ કરી દો તો પણ તેનો બદલો વળી શકે નહીં. કારણ કે, જે લાભ તમને સત્પરુષે કરાવ્યો છે તે તો જન્મ-જરા-મરણના દુઃખથી છૂટી મોક્ષપ્રાપ્તિ થાય એવો લાભ કરાવ્યો છે. તો એનો બદલો તમે કયા સાધનથી વાળી શકવાના? સર્વોત્કૃષ્ટ, પરમ ઉપકારી આ વિશ્વમાં જો કોઈ હોય તો તે ગુરુ ભગવાન છે. જેના વચનબળથી આત્મા સર્વ ભયથી મુક્ત થયો, આત્માના અતીન્દ્રિય આનંદની પ્રસાદી મળી અને પરંપરાએ મોક્ષ થાય એવી એની યોગ્યતા પ્રાપ્ત થઈ. તેનો બદલો શું વાળી શકાય?
સપુરુષનું વચન અંગીકાર થાય, દઢપણે એ બોધનું પરિણમન થાય ત્યારે આ છ પદથી સિદ્ધ છે એવું સમ્યગદર્શન અંદરમાંથી પ્રગટ થાય. સમકિત થયું એટલે પોતે પોતાને ઓળખ્યો કે હું તો પરમાત્મસ્વરૂપી આત્મા છું, સહજાત્મસ્વરૂપી આત્મા છું. હવે તેને બાહ્ય સંયોગોના નિમિત્તથી જે અંદરમાં ભય લાગે છે, જે આકુળતા-વ્યાકુળતા થાય છે તે બધી સમાપ્ત થઈ જાય છે. હવે તેને કોઈ સંયોગો દુઃખી કરી શકે નહીં. સાચો બોધ જેના હૃદયમાં હાજર છે તેને દુઃખ કેવું? આત્મા તો આનંદ સ્વરૂપ છે અને બહારના પદાર્થનો સંયોગ-વિયોગ તો કર્મને આધીન છે. ગમે તે પદાર્થનો સંયોગ કે વિયોગ થાય તો પણ આત્માને લાભ કે નુકસાન નથી.
પોતાને પરમાત્મ સ્વરૂપે જ ઓળખ્યો તેથી હવે દેહ આદિ બાહ્ય સંયોગો દુઃખી કરી શકે નહીં. કારણ કે તે તો દેહમાં થાય છે. આત્મા તો સદા દેહથી ભિન્ન આત્મસ્વરૂપ છે. એવો અનુભવ થતાં, સાક્ષાત્ આનંદનું વેદના થતાં ભવિષ્યનો કોઈ ભય રહેતો નથી. ભવિષ્યનો પણ જીવને ભય થતો હોય છે. પૈસા ભેગા કરીને બેંકમાં એટલા માટે મૂક્યા છે કે ભવિષ્યમાં છોકરાઓ કદાચ જુદો કરી દે તો આપણે વાંધો આવે નહીં. આ ભવિષ્યનો ભય છે. છોકરો તો ડાહ્યો છે, પણ હવે એના લગ્ન કર્યા એટલે હવે એ આપણા વશમાં નથી. એ પણ પરવશ છે અને હું તો પરવશનો પણ પરવશ છું! તો જો એની સાથે મેળ ન થાય તો મારે કોઈની પાસે હાથ લાંબો કરવો પડે નહીં. આમ, ભવિષ્યના અનેક પ્રકારના ભય, ત્રણેકાળના ભય સત્પરુષનો બોધ હૃદયમાં પામે તો નાશ થાય છે. નિર્ભયતાથી જીવતાં શીખો અને આનંદથી જીવતા શીખો. આત્મા સચ્ચિદાનંદ સ્વરૂપ છે. આત્માની દઢ શ્રદ્ધા નથી. સત્પરુષના વચનનો દઢ આશ્રય કર્યો નથી. એટલે અનેક પ્રકારની વિટંબણાઓ, આકુળતા-વ્યાકુળતાઓ અને સંકલેશ પરિણામો જીવને થયા કરે છે. કેમ કે, સપુરુષના વચનોનું અવલંબન એણે છોડી દીધું છે. બારમા