________________
૩૬૨
ક્ષમાપના
મુમુક્ષુ: સત્ - અસનો વિવેક જ નથી.
સાહેબ હા ! એ વિવેક જ નથી. એના પુણ્યના ઉદયના કારણે બધા દોડાદોડ કરે છે, દોડી લો. જયારે થાકશો ત્યારે માનશો, નહીં થાકો ત્યાં સુધી નહીં માનો. - પ્રભુ! તો હવે તમારું, તમારા ધર્મનું અને તમારા મુનિનું શરણ ગ્રહું છું. કયા મુનિનું? જે રત્નત્રયધારી મુનિ છે, જેમને ત્રણ કષાયનો અભાવ છે, જે પાંચ મહાવ્રત, સમિતિ, ગુપ્તિથી યુક્ત છે, અઠ્યાવીસ મૂળ ગુણોનું જેમને પાલન છે અને દ્રવ્ય તેમજ ભાવલિંગી મુનિ છે એમનું શરણ ગ્રહું છું, બીજાનું નહીં.
આત્મજ્ઞાન ત્યાં મુનિમણું, તે સાચા ગુરુ હોય; બાકી કુળગુરુ કલ્પના, આત્માર્થી નહિ જોય.
– શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર - ગાથા - ૨૪ અહીં તો સો અંશ સત્ય જોઈએ ત્યારે સમ્યગદર્શન થાય, શ્રદ્ધામાં નવ્વાણું અંશ નથી ચાલતા, શ્રદ્ધામાં સો અંશ સત્ય જોઈએ. ચાર શરણા છે. તેમાં ક્યાંય “શ્રાવક શરણે પવન્જામિ નથી તો, એ લખવામાં વાંધો શું હતો? ખાલી લખવાનું જ હતું ને? ચારના બદલે પાંચ, એમાં શું ફેર પડે? પણ નહીં, અનાદિની નિગ્રંથ પરિપાટી છે એને જ્ઞાનીઓ તોડે નહીં, અજ્ઞાનીઓ તોડી નાંખે અને ગુરુદેવના નામે આપઘાત પણ કરે, પણ એથી શું થયું? એ ગુરુદેવ પણ દોષમાં પડશે અને તમે પણ દોષમાં પડશો. જેમને સંપૂર્ણ રાગ-દ્વેષ અને અજ્ઞાનનો ત્યાગ થયો છે એ નીરાગી પરમાત્મા તે નાથ છે. એમને માનવાથી સનાથ થવાય છે. એ સિવાયના બીજાને માનવાથી અનાથપણું નષ્ટ થતું નથી અને સનાથપણું આવતું નથી. નીરાગી પરમાત્મા, જેમણે પરમાત્મસ્વરૂપ પ્રાપ્ત કર્યું છે, એવી દશા પ્રગટ થઈ છે, અવસ્થામાં પર્યાયમાં પણ પરમાત્મદશા જેમને પ્રગટ થઈ છે. દરેક જીવ કારણરૂપ પરમાત્મા તો છે, પણ કાર્ય પરમાત્મારૂપે જ્યાં સુધી પ્રગટ થયા નથી ત્યાં સુધી તેમને ભગવાન મનાય નહીં, એમની પૂજા થાય નહીં, એમની વંદના થાય નહીં, એમને સદેવના ખાનામાં બેસાડાય નહીં.
આખું જગત રાગ-દ્વેષમાં પડ્યું છે. પૂર્ણ પરમાત્મા નથી થયા ત્યાં સુધી અંશે રાગ-દ્વેષી તો જ્ઞાનીઓ પણ છે અને અજ્ઞાનીઓ તો મહા રાગ-દ્વેષી છે. પંચમ ગુણસ્થાનક સુધી રૌદ્રધ્યાન અને છઠ્ઠા ગુણસ્થાનક સુધી આર્તધ્યાન કહ્યું છે. આખું જગત રાગ-દ્વેષમાં પડ્યું છે અને માર્ગ સંપૂર્ણ રાગ-દ્વેષથી રહિત થવાનો છે, તો સંપૂર્ણ રાગ-દ્વેષથી રહિત થયા છે એમનો આશ્રય