________________
શું સાધન બાકી રહ્યું ?
૧૨૭
નિશ્ચયવાણી સાંભળી, સાધન તજવાં નો’ય; નિશ્ચય રાખી લક્ષમાં, સાધન કરવાં સોય. – શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર - ગાથા – ૧૩૧
—
નિશ્ચયનયનો વિષય શુદ્ધ આત્મા છે તેને લક્ષમાં રાખવાનો છે અને તે શુદ્ધાત્મા હું છું એવું ભાન કરવા માટે આ બધી સાધના છે. એ ભાન થયા પછી જીવ ગમે તેટલો દોડે પણ એ સ્વરૂપદષ્ટિ ચૂકશે નહીં. ઉદયવશાત્ ગમે તે પ્રવૃત્તિ કરશે કે કરવી પડશે તો પણ તે તેનું લક્ષ ચૂકશે નહીં. સભ્યષ્ટિ લડાઈ લડતી વખતે, રાજ ચલાવતી વખતે કે ઉદયવશાત્ કોઈપણ કાર્ય કરે છે તે તાદાત્મ્યતાથી કરતા નથી, રસપૂર્વક કરતા નથી. હવે આ ઉદય કેવી રીતે છૂટે અને કેવી રીતે ઘરભેગા થઈએ એ લક્ષથી બાહ્ય ક્રિયાઓ કરતા હોય છે. જ્ઞાનીને મહાવ્રતો પણ નથી પાળવા કે ભક્તિ પણ નથી કરવી કે શાસ્ત્રો નથી વાંચવા – જો સ્વરૂપમાં સ્થિર થવાય તો. જ્યારે તે ના થઈ શકે ત્યારે વ્યવહારથી બાહ્ય સત્તાધનો સેવે છે કે જે નિશ્ચયનું કારણ થાય છે. તેને અંગીકાર કરે છે, પણ હેયના લક્ષે ઉપાદેય માનીને અંગીકાર કરે છે.
બસ, તો દષ્ટિપૂર્વકની સાધના થવી જોઈએ. લક્ષપૂર્વકની સાધના થવી જોઈએ. હેતુભૂત સાધના થવી જોઈએ. પુસ્તક વાંચવા બેઠા તો વાંચી ગયા - બે કલાક, ચાર કલાક, છ કલાક; પણ એમાંથી સાર શું કાઢ્યો ? એનો મર્મ શું કાઢ્યો ? એમાંથી અર્થ શું નીકળ્યો ? મર્મ પ્રત્યે દષ્ટિ જશે તો સ્વરૂપદૃષ્ટિ થયા વગર રહેશે નહીં. માટે, મર્મ એટલે સાધનાનું રહસ્ય. કોઈ માણસ ઊંઘી ગયો અને જાગતો ન હોય તો તેને ગોદો મારીને કે બીજી કોઈ પણ રીતે તેના ઘરના સભ્યો જગાડે છે. તેમ અનાદિકાળથી મોહનિદ્રામાં સૂતેલાં આપણને જ્ઞાની જગાડે છે. જ્યાં જ્ઞાની સૂએ છે ત્યાં અજ્ઞાની જાગે છે અને જ્યાં અજ્ઞાની સૂએ છે ત્યાં જ્ઞાની જાગે છે. અજ્ઞાની જીવોને જગાડવા માટે આ યમનિયમનું પદ શ્રીમદ્જીએ લખ્યું છે. આંધળો માણસ દોડે તો કો’ક જગ્યાએ પડવાનો, તેમ આંધળી સાધના ગમે તેટલી બળવાન હોય, પણ તે કો'ક જગ્યાએ નીચે પડવાનો, ધ્યેય સુધી પહોંચી નહીં શકવાનો. પરમકૃપાળુદેવે કહ્યું છે,
સમજ, પિછે સબ સરલ હૈ, બિન્દૂ સમજ મુશકીલ.
યે મુશકલી ક્યા કહું ?
– શ્રીમદ્ રાજચંદ્ર - આવ્યંતર પરિણામ અવલોકન – હાથનોંધ – ૧/૧૨