________________
૫૭૨
છ પદનો પત્ર પદાર્થોના સંયોગ વિયોગ થયા જ કરવાના, એવો કર્મનો ઉદય છે. એ કંઈ મારાથી રોકી શકાય એવું નથી. પણ આ ઈષ્ટ-અનિષ્ટપણાનો ભાવ છે તે હું રોકી શકું છું કે એમાં ઈષ્ટબુદ્ધિ પણ ના કરું અને અનિષ્ટબુદ્ધિ પણ ના કરું. તો, સહજપણે જ્ઞાન છે એ તેને ઈષ્ટ-અનિષ્ટ બુદ્ધિ કરવા દેતું નથી.
मा मुज्ाह मा रज्जह मा दुस्सह इट्ठणि?अत्थेसु । थिरमिच्छह जड़ चित्तं विचित्त झाणप्पसिद्धिए ।
–શ્રી દ્રવ્યસંગ્રહ - ગાથા - ૪૯ શું કહે છે? મા મુદ મા રન્નદ મા દુરૂદ એટલે મોહના કરો, રાગ ના કરો, દ્વેષના કરો. શેમાં? ફળિદ્રુત્યેનું ઈષ્ટ અને અનિષ્ટ પદાર્થોમાં. ઈષ્ટ-અનિષ્ટપણે કલ્પનામાં ભાસ્યું છે, જ્ઞાનમાં ભાસતું નથી. જ્ઞાન અને કલ્પના બે જુદા છે. “ઊપજે મોહવિકલ્પથી.” અજ્ઞાનમય વિકલ્પોમાં પદાર્થ ઈષ્ટ-અનિષ્ટ લાગે છે. ખરેખર તો, કોઈ પણ પદાર્થ ઈષ્ટ-અનિષ્ટ નથી.
બે વ્યક્તિ જમવા બેઠી છે. તેમાં કારેલાનું શાક આવ્યું. તેમાં એકને કારેલાનું શાક અનિષ્ટ લાગ્યું અને એકને કારેલાનું શાક ઈષ્ટ લાગ્યું. એક જ્ઞાની બેઠા છે. એમણેય શાક લીધું, પરંતુ તેમને ઈષ્ટ ના લાગ્યું અને અનિષ્ટ પણ ના લાગ્યું. પદાર્થ ઈષ્ટ-અનિષ્ટ નથી, પણ કલ્પના દ્વારા આપણે ઈષ્ટ-અનિષ્ટપણાનું સ્થાપન કરીએ છીએ. જે જે પદાર્થમાં ઈષ્ટઅનિષ્ટપણાનું સ્થાપન થાય છે ત્યાં રાગ-દ્વેષ આવ્યા વગર રહેતા નથી. ઈષ્ટ લાગશે તો રાગ થશે. અનિષ્ટ લાગશે તો ઠેષ થશે. બહારમાં કંઈ આપણું ધાર્યું ના બન્યું તો અનિષ્ટ લાગ્યું એટલે અંદરમાં દ્વેષ આવવાનો. બહારમાં આપણી કલ્પના પ્રમાણે બન્યું એટલે રાગ આવવાનો અને બન્નેથી કર્મબંધથશે. માટે જ્ઞાનીઓ કહે છે કે જે પદાર્થ જે સમયે જે પરિણતિથી પરિણમવાનો છે, એ પરિણમવાનો છે. કોઈ પદાર્થ ઈષ્ટ-અનિષ્ટ કરતું નથી. તમારા આત્માને કાંઈ તમારું કિંઈ ઈષ્ટ-અનિષ્ટ છે જ નહીં. છતાંય તમે અજ્ઞાનમય વિકલ્પમાં માનો છો, એ જ ભ્રાંતિ છે અને એ ભ્રાંતિ ટળી પછી ઈષ્ટ-અનિષ્ટપણું થતું નથી.
જો તમે ચિત્તની સ્થિરતા ઇચ્છતા હો અને નિર્વિકલ્પ ધ્યાનની સ્થિતિ ઇચ્છતા હો તો પરવસ્તુમાં ઈષ્ટ-અનિષ્ટ બુદ્ધિ ના કરો, મોહ ના કરો, રાગ ના કરો, દ્વેષ ના કરો. જો મોહ, રાગ, દ્વેષ થશે, ઈષ્ટ-અનિષ્ટ બુદ્ધિ થશે તો ચિત્તની સ્થિરતા નહીં થાય, ધ્યાન નહીં લાગે અને વિકલ્પોના ગોટા ચાલશે.