________________
પ૬૪
છ પદનો પત્ર . પોતાના સ્વરૂપમાં જાગૃત થાય, જ્ઞાનભાવમાં જાગૃત થાય તો સહજ માત્રમાં જાગૃતિ આવે. આવા પરિણામે પરિણમે તો સમ્યગદર્શન એ કંઈ આત્માથી ભિન્ન ચીજ નથી. આત્માને પ્રાપ્ત કરવાનું સાધન આત્માથી કોઈ ભિન્ન નથી. અભિન્ન સાધન દ્વારા જ સમ્યગદર્શન કે આત્મજ્ઞાન થાય છે. તો અત્યાર સુધી આપણે “ધર્મ કરવા માટે ભિન્ન પદાર્થો (સાધનો)નો ઉપયોગ કરતાં. હવે આત્માથી અભિન્ન પદાર્થ, અભિન્ન વસ્તુ એટલે ઉપયોગના પુરુષાર્થ દ્વારા, ઉપયોગના સમ્યફ પરિણમન દ્વારા, ઉપયોગના જ્ઞાન પરિણમન દ્વારા ઉપયોગના ભેદવિજ્ઞાનયુક્ત પરિણમન દ્વારા, સહજ માત્રમાં જાગૃત થઈને સમ્યગુદર્શનને પામે છે. તો સમ્યગદર્શનને પ્રાપ્ત થવાનું સાધન એ અંતર્મુખ ઉપયોગ છે.
ઊપજે મોહ વિકલ્પથી, સમસ્ત આ સંસાર; અંતર્મુખ અવલોકતાં, વિલય થતાં નહિ વાર.
– શ્રીમદ્ રાજચંદ્ર - પત્રાંક - ૯૫૪ - ૨/૫ - “અંતિમ સંદેશ ઉપયોગનું અંતર્મુખ અવલોકન કરવું, એ સમ્યગદર્શનની પ્રાપ્તિનો ઉપાય છે. અવલોકન કરે તો પોતાની સ્વરૂપસત્તાનું અસ્તિત્વ નજરાય. ઉપયોગનું અંતર્મુખ અવલોકન થાય, તો પોતાની સ્વરૂપ સત્તા જ્યાં છે ત્યાં ઉપયોગ પહોંચે. એના અસ્તિત્વનો અંદરમાં ભાસ આવે. એ અસ્તિત્વ એના ઉપયોગમાં, જ્ઞાનમાં નજરાય અને એ વખતે અંદરમાં નિર્વિકલ્પપણે એનું આસ્વાદન આવે અને સવિકલ્પદશાની અંદરમાં પછી ભાન થાય કે આ તે હું, નિર્વિકલ્પ દશામાં એનું સ્વસંવેદન આવે, ત્યારે એને ખ્યાલ આવે કે આજ દિન સુધીમાં જે મેં આનંદ વેદ્યા હતા, તેનાથી આજનો આનંદ તદ્દન જુદા પ્રકારનો છે. આવો અંદરમાં અનુભવના આધારે ભેદ પડે ત્યારે તેને સમ્યગદર્શન થયું કહેવામાં આવે છે.
જો જીવ સ્વરૂપની શ્રેણીમાં ચડી જાય, તો બે ઘડીની અંદરમાં, અંતર્મુહૂર્તમાં આ કામ કરી નાંખે. જે કામ અનાદિકાળથી નથી થયું એ કાર્ય બે ઘડીની અંદરમાં થઈ જાય - જો સાચી પદ્ધતિ અનુસાર પુરુષાર્થ હોય અને એના પાંચેય સમવાય કારણો પાછાં સમ્યફ પ્રકારે મળ્યા હોય તો. તો આ કાર્ય મથવાથી થતું નથી. આ પરિણમન થવામાં અંદરમાં સમ્યગદર્શનનો પુરુષાર્થ જોઈએ છે અને નિમિત્તનું સાન્નિધ્ય પણ યથાયોગ્ય જોઈએ. બેય દૃષ્ટિથી એનું સાપેક્ષપણું છે. નિમિત્તની અપેક્ષાએ જોઈએ તો એક બાહ્ય નિમિત્ત, એક અંતરંગ નિમિત્ત અને એક ઉપાદાન કારણ, બાહ્ય નિમિત્તમાં જ્યારે પણ સમ્યગુદર્શન થાય છે ત્યારે સામે સાચા દેવ-ગુરુધર્મનું જ અવલંબન હોય છે. અંતરંગ નિમિત્તમાં, જે પણ જીવને સમ્યગદર્શન થાય છે એ