________________
૧૪૧
શું સાધન બાકી રહ્યું ? નથી અને વિપરીત શ્રદ્ધા સહિત ચિંતવન અને બીજી અનેક સાધના કરી એટલે જીવ નિષ્ફળ ગયો. પરમકૃપાળુદેવે પત્રાંક - પ૬૮માં કહ્યું છે કે,
આત્મસ્વરૂપનો નિર્ણય થવામાં અનાદિથી જીવની ભૂલ થતી આવી છે.
જુઓ! વીતરાગ દર્શન સિવાયના જે સંપ્રદાયો છે એમાં આત્માના સ્વરૂપના નિર્ણયમાં ભૂલ છે. જૈન સિવાયના પાંચ દર્શનવાળા કાંઈ પુરુષાર્થ અને સાધના નથી કરતાં, એવું નથી; ઘણી કરે છે, આપણા કરતાં પણ વધારે કરે છે. જૈનદર્શનમાં પણ જૈનાભાસો છે, તે તત્ત્વનું યથાર્થસ્વરૂપ નહીં સમજવાના કારણે અનેક પ્રકારની અયથાર્થ સાધના કરે છે.
જૈનોના અનેક ભેદો છે – દિગંબર, શ્વેતાંબર, સ્થાનકવાસી એ મુખ્ય છે. બીસપંથી, તેરાપંથી એ પેટાભેદ છે. સ્થાનકવાસીમાં આઠ કોટિ, નવ કોટિ વગેરે ભેદ છે. શ્રીમદ્જી થયા તો તેમાં પણ અનેક ફાંટા પડ્યા. કાનજીસ્વામી થયા તો તેમાં પણ અનેક ફાંટા થઈ ગયા. આગળ કુંદકુંદાચાર્ય થઈ ગયા તો તેમાં અનેક ફાંટા થઈ ગયા. હેમચંદ્રાચાર્ય થયા તો એમાં પણ ઘણા ફાંટા પડી ગયા. દરેક પંથમાં આ બધું બન્યું છે, બને છે અને બનવાનું. પરમકૃપાળુદેવે કહ્યું છે,
ગચ્છમતની જે કલ્પના, તે નહિ સવ્યવહાર; ભાન નહીં નિજરૂપનું, તે નિશ્ચય નહિ સાર.
– શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર - ગાથા - ૧૩૩ એમાંથી બહાર નીકળવું અને બેલેન્સ રાખવું તથા તત્ત્વની યથાર્થતા પકડી રાખવી એ દરેક જીવો માટે શક્ય નથી, વિરલા જીવો માટે જ શક્ય છે. તો, આત્માનું જ્ઞાન સિદ્ધાંતબોધની અયથાર્થતાના કારણે ભૂલવાળું થયું, અવળું થયું. મિથ્યા હતું, છતાં તેણે માન્યું કે હું સાચા માગું છું. સ્વબોધ કિયો એટલે સ્વબોધ થયો. દરેકને એમ લાગે છે કે હું જ સાચો છું, બાકીના બધા ખોટા છે. જીવને એમ લાગે કે હું ખોટો છું, તો તે સાચું શોધવાનો પ્રયત્ન કરે અને ખોટું મૂકે, પણ એણે જે જે પકડ કરી છે તે છોડતો નથી અને સાચું પકડતો નથી. દરેક દર્શનવાળાની આવી સ્થિતિ છે. મુસલમાનને તમે કહો કે તમે નવકારમંત્ર ગણો તો એ નહીં ગણે. આ તીર્થંકર પરમાત્માને માનો તો એ નહીં માને, આ નિગ્રંથ ગુરુને માનો તો એ નહીં માને. હિંસા છોડો, બકરી ઈદના દિવસે બકરા કાપવાના બંધ કરો તો ધર્મથશે, પણ એ નહિમાને. અલ્લાહના નામે કાપશે. હવે અલ્લાહની થોડી એવી આજ્ઞા છે કે તમે એમને કાપીને, મારીને તહેવાર