________________
૫૮૧
છ પદનો પત્ર
જિનાગમ વિચારવાની શ્રી લલ્લુજી અથવા શ્રી દેવકરણજીને ઇચ્છા હોય તો ‘આચારાંગ’, ‘સૂયગડાંગ’, ‘દશવૈકાલિક’, ‘ઉત્તરાધ્યયન’ અને ‘પ્રશ્નવ્યાકરણ’વિચારવા યોગ્ય છે. જિનઆગમમાં તમારે કાંઈ વિચારવું હોય તો આ વિચારજો. પણ, આત્મસિદ્ધિ તો હમણાં માત્ર લઘુરાજસ્વામીને. એનું કારણ આગળ કહે છે,
‘આત્મસિદ્ધિશાસ્ત્ર’ શ્રી દેવકરણજીએ આગળ પર અવગાહવું વધારે હિતકારી જાણી હાલ શ્રી લલ્લુજીને માત્ર અવગાહવાનું લખ્યું છે; તમારો પણ અમારા પ્રત્યે, જેવો લલ્લુજીસ્વામીનો ભાવ છે, તેવો તમને થાય પછી તમે અવગાહશો તો તમને વધારે લાભકારી થશે. બાકી અત્યારે ભલે તમારી આટલી બધી ક્ષયોપશમની યોગ્યતા છે, પણ આજ્ઞાંક્તિપણું નથી, સમર્પણતા નથી તો તમને એ વચનો ઉપકારી નહીં થઈ શકે, આત્મજ્ઞાન થવામાં એ નિમિત્તભૂત નહીં બની શકે. તોપણ જો શ્રી દેવકરણજીની વિશેષ આકાંક્ષા હાલ રહે તો પ્રત્યક્ષ સત્પુરુષ જેવો મારા પ્રત્યે કોઈએ પરમોપકાર કર્યો નથી એવો અખંડ નિશ્ચય આત્મામાં લાવી, અને આ દેહના ભવિષ્ય જીવનમાં પણ તે અખંડ નિશ્ચય છોડું તો મેં આત્માર્થ જ ત્યાગ્યો અને ખરા ઉપકારીના ઉપકારને ઓળવવાનો દોષ કર્યો એમ જ જાણીશ, અને આત્માને સત્પુરુષનો નિત્ય આજ્ઞાંકિત રહેવામાં જ કલ્યાણ છે એવો, ભિન્નભાવરહિત, લોકસંબંધી બીજા પ્રકારની સર્વ કલ્પના છોડીને, નિશ્ચય વર્તાવીને, શ્રી લલ્લુજી મુનિના સહચારીપણામાં એ ગ્રંથ અવગાહવામાં હાલ પણ અડચણ નથી.
જુઓ ! ખ્યાલ આવે છે ? અત્યારે કેમ અવગાહવાની ના પાડી છે ? અને ભવિષ્યમાં અવગાહવા માટે કેમ કહે છે ? કેમ કે, સત્પુરુષને પરમાર્થ દષ્ટિથી ઓળખ્યા ના હોય, જો પરમાર્થ દષ્ટિથી એમનું માહાત્મ્ય આવ્યું ના હોય અને એમનો ગમે તેટલો બોધ સાંભળીએ, તો લાભકારી થતો નથી. જુઓ ! આજ્ઞાંકિતપણાનું કેટલું માહાત્મ્ય છે ! શું કહે છે? શ્રી દેવકરણજીની વિશેષ આકાંક્ષા હાલ રહે, અવગાહવા માટેની, જોવા માટેની, વિચારવા માટેની, તો પ્રત્યક્ષ સત્પુરુષે જેવો મારા પ્રત્યે કોઈએ પરમોપકાર કર્યો નથી. એટલે આખી દુનિયામાં મા-બાપે પણ નહીં અને મહાવીરસ્વામી ભગવાને પણ નહીં અને બીજાએ પણ નહીં. પ્રત્યક્ષ સત્પુરુષે જે ઉપકાર કર્યો છે તે પરમ ઉપકાર કર્યો છે.
એવો અખંડ નિશ્ચય આત્મામાં લાવી, સામાન્ય નિશ્ચય નહીં, પણ અખંડ નિશ્ચય. પ્રત્યક્ષ સત્પુરુષની કેટલી બલિહારી છે જુઓ ! કેમ કે, વર્તમાનમાં જીવના જે દોષ છે તે પરોક્ષ સત્પુરુષ કાઢવા આવતા નથી. એ પ્રત્યક્ષ સત્પુરુષ જ કાઢે છે. યેનકેન પ્રકારે પણ તેનાં દોષ