________________
છ પદનો પત્ર
૫૬૮ હતી ને મહાવીર સ્વામી ભગવાનને પણ ઉપસર્ગ અને પરિષદમાં હતી. આપણને અત્યાર સુધી ઘણી આવી ગઈ છે અને હજી મોટી આવવાની બાકી છે. તો હું શરીર નથી, પણ એથી ભિન્ન જ્ઞાયક એવો આત્મા છું અને નિત્ય શાશ્વત છું. આ વેદના કે દુઃખ જે કાંઈ છે એ પૂર્વકનું છે પણ એ મારી સ્વરૂપ સત્તાને નાશ કરવા સમર્થ નથી. માટે ખેદ કર્તવ્ય નથી. સ્વરૂપ સત્તાનો નાશ થાય અને ખેદ કરો તો વાજબી છે, પણ સ્વરૂપ સત્તાનો નાશ તો થતો નથી. માટે એ વખતે જ્ઞાની સ્વભાવ ઉપર દષ્ટિ મૂકે છે. વર્તમાનમાં અશુદ્ધતા છે, દષ્ટિ છેક શુદ્ધતા ઉપર મૂકે છે. જ્ઞાનીને કાંઈ જ્ઞાન થઈ ગયું એટલે સંપૂર્ણ શુદ્ધ થઈ ગયા એવું નથી. શદ્ધાશુદ્ધ છે અથવા આત્મા ઉપર કર્મનો મળ પણ છે. ભાવની અંદરમાં વિભાવ પણ ચાલુ છે. એટલે બેય દૃષ્ટિએ હજી અશુદ્ધતા વર્તમાનમાં છે, છતાંય એમની દૃષ્ટિ પરમશુદ્ધ નિશ્ચયનય દ્વારા પોતાના શુદ્ધ સ્વભાવ તરફ પહોંચે છે. એ વખતે પણ એમનો આશ્રય પરમશુદ્ધ નિશ્ચયનયનો રહે છે.
- હવે, અશુદ્ધતા વખતે પણ શુદ્ધતાનું ભાન રહેવું એના માટે જ્ઞાનનો કેટલો પુરુષાર્થ જોઈએ ! આટલી અશુદ્ધતા વખતે પણ શુદ્ધતાનું ભાન ટકવું એ સામાન્ય વાત નથી. જ્ઞાનીનો આ જ પુરુષાર્થ છે. ચોવીસ કલાક આવા ઉદયોની વચમાં પણ જ્ઞાની આવા ભાવમાં ટકવાનો પુરુષાર્થ કરતા હોય છે. અજ્ઞાની ઉદયાધીન કે નિમિત્તાધીન બની જાય છે, જ્યારે જ્ઞાની ઉદય કે નિમિત્તના જ્ઞાતા રહે છે અને એમના ઉપયોગનું જોર સ્વભાવના અવલબેનનું હોય છે.
નિજભાવને છોડે નહીં, પરભાવ કંઈ પણ નવ ગ્રહે; જાણે-જુએ જે સર્વ તે હું, એમ જ્ઞાની ચિંતવે.
– શ્રી નિયમસાર - ગાથા - ૯૭ દેહત્યાગના પ્રસંગ વખતે છે, પણ “હું આત્મા છું' - આ ભાવનું જ્ઞાનીઓ વિસ્મરણ થવા દેતા નથી. દેહને ગૌણ કરે છે, ઉપસર્ગ-પરિષહને ગૌણ કરે છે, અશાતાના ઉદયને પણ ગૌણ કરે છે. આ એમના જ્ઞાનનું માહાત્મ છે. .
હું પર તણો નહિ, પર ન મારાં, જ્ઞાન કેવળ એક હું; જે એમ ધ્યાને ધ્યાનકાળે, જીવ તેહ શુદ્ધાત્મા બને.
– શ્રી પ્રવચનસાર - ગાથા - ૧૯૧ જ્ઞાનસ્વરૂપી આત્મા છું. શુદ્ધ ચૈતન્ય સ્વરૂપી અવિનાશી એવો હું આત્મા છું - આવું એમનું અનુપ્રેક્ષણ હોય છે. અનુપ્રેક્ષણ એટલે ભાવસહિતનું ચિંતવનપણું.