________________
૩૪૬
ક્ષમાપના
ખોટાને પકડવા નહીં. આ કાળમાં હંસનો અભાવ છે એટલે એમ નહીં કે બગલાને હંસ કહેવો. જો મોક્ષ જોઈતો હશે તો આ ત્રણનું અવલંબન લેવું પડશે, એમ ને એમ નિરાવલંબનપણું આવશે નહીં. હવે આ ત્રણેના અવલંબન મોટા ભાગના જીવોને વિપરીત ચાલે છે. દેવતત્ત્વમાં પણ વિપરીત ચાલે છે. રોજ જિનમંદિરમાં પણ જાય અને પાછો કાળીચૌદશે મહુડી પણ જાય, આપણે બધાય દેવ સરખા, બધાય ભગવાન સરખા, બધાય ગુરુ સરખા, બધાય ધર્મ સરખા - આનું નામ મૂઢતા છે, અવિવેક છે.
મુમુક્ષુ સાહેબ ! સદેવ, ગુરુ, ધર્મની શ્રદ્ધા તે વ્યવહાર સમ્યકત્વ કહેવાય? સાહેબ : હા, એ વ્યવહાર સમ્યક્ત્વ કહેવાય. "
મુમુક્ષુ : જયાં વ્યવહાર સમ્યક્ત્વના ઠેકાણા ના હોય તો પછી નિશ્ચય સમ્યક્ત્વ તો કેવી રીતે આવે?
સાહેબઃ સવાલ જ નથી. જ્યાં વ્યવહાર સમકિતનું ઠેકાણું ન હોય ત્યાં નિશ્ચય હોય જ ક્યાંથી? મોટાભાગના જૈનોની આ સ્થિતિ છે આ કાળમાં જે જે સંપ્રદાયમાં, ગચ્છમાં કે મતમાં છે તે તે મત અને સંપ્રદાય કે ગચ્છવાળાને ગુરુ માનીને બેઠા છે, અને બાકીના બધાને મિથ્યાત્વી સમજે છે.
બાહ્યત્યાગ પણ જ્ઞાન નહિ, તે માને ગુરુ સત્ય; અથવા નિજકુળધર્મના, તે ગુરુમાં જ મમત્વ.
– શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર - ગાથા - ૨૪ કોઈ અજ્ઞાનીને પકડીને, તો કોઈ સગ્રંથોને પકડીને બેસી ગયા. હવે વસ્ત્રધારી હોય તે નિગ્રંથગુરુમાં નથી આવતા, સાધુ હોય તો પણ. એના બદલે વસ્ત્રધારી અપ-ટુ-ડેટ કપડાં પહેરીને બેઠા હોય, એક્ટર જેવા બનીને બેઠા હોય અને કહે આ મારા ગુરુ છે. અરે ! બાપુ ! આ બધું મિથ્યાત્વ છે, તીવ્ર મિથ્યાત્વ છે પણ મિથ્યાત્વના ઉદયમાં “આ મિથ્યાત્વ છે એવી ખબર પડતી નથી. “શ્રી અષ્ટપાહુડ' માં દર્શનપાહુડમાં શ્રી કુંદકુંદાચાર્ય દેવે મૂક્યું છે કે સાધુ સંપૂર્ણ પરિગ્રહથી રહિત હોય, અને તલ તુષ માત્ર પણ પરિગ્રહ ગ્રહણ કરે તો એ નિગોદમાં જાય. આવા પરિગ્રહધારીઓને વહોરાવે પણ ખરા કે સાહેબ! આ મોબાઈલ રાખજો, તમારે કામ આવશે, તમે વાપરજો. આમ, કંઈક ને કંઈક પકડાવી દે. અરે ! એક પેન્સિલ આપવી હોય તો પણ વિચાર કરવો પડે. તેમને ગુરુની આજ્ઞા લેવી પડે. બીજું તો એ વાપરે નહીં, પણ