________________
૪૮૪
અશુચિપણું, વિપરીતતા, એ આસવોના જાણીને, વળી જાણીને દુઃખકારણો, એથી નિવર્તન જીવ કરે.
છ પદનો પત્ર
– શ્રી સમયસાર
આસ્રવના ભાવ કેવા છે ? અશુચિભાવ છે. કેમ કે, દુ:ખના કારણ છે, પરિભ્રમણના કારણ છે, આત્માને અંદ૨માં આકુળ-વ્યાકુળ કરનારા ભાવો છે અને આત્માથી વિપરીત ભાવો છે. વીતરાગતાથી જુદા ભાવ છે, રાગ-દ્વેષના ભાવ છે. રાગ-દ્વેષના ભાવ એ અશુચિભાવ છે. જે શુભાશુભ ભાવ થાય છે એ બે ય અશુચિભાવ છે. એ બે ય ભાવ આત્માને નુક્સાન કરનારા બે છે, આકુળવ્યાકુળ કરાવનારા છે, કર્મબંધ કરાવનારા છે, પરિભ્રમણ કરાવનારા છે, વિભાવમાં ખેંચી જનારા છે, અનેક રીતે દુ:ખ દેનારા છે. કેમ કે, આત્માના સ્વભાવભાવમાં એ ટકવા નથી દેતા. ઉદય આવે છે ત્યારે પરાણે ખેંચી જાય છે - નિમિત્ત-નૈમિત્તિક સંબંધથી.
જેમ સમુદ્ર છે એ નિસ્તરંગ અવસ્થામાં છે પણ હવાનો ઝપાટો આવે છે એટલે નિસ્તરંગ અવસ્થા રહેવા નથી દેતો, એ ચલાયમાન કરી નાંખે છે. એવો નિમિત્ત-નૈમિત્તિક સંબંધ છે. હવાનો ઝપાટો આવે અને પાણીમાં તરંગ ના આવે એમ બનતું નથી. હવાના ઝપાટાની સાથે જ જેટલા પ્રમાણમાં જોરમાં છે. ઝપાટો એટલા પ્રમાણમાં પાણીને ઉછાળે છે – નિમિત્ત-નૈમિત્તિક સંબંધથી. છતાંય, હવા હવામાં રહી છે અને પાણી પાણીમાં રહ્યું છે. હવા પાણીરૂપે નથી થઈ ગઈ કે પાણી હવા રૂપે નથી થઈ ગયું. છતાંયે નિમિત્ત-નૈમિત્તિક સંબંધથી આ કાર્ય થાય છે. એવી રીતે ક્રોધના ઉદયમાં આખો આત્મા જે નિસ્તરંગ છે એને તરંગિત કરી નાખે છે. છતાંય ક્રોધ (અશુદ્ધ ઉપયોગ) એ અશુદ્ધ ઉપયોગમાં રહ્યો છે. એ આત્મામાં નથી અને આત્મા એ વખતે પણ આત્મામાં જ રહ્યો છે. જ્ઞાનભાવમાં જ રહ્યો છે. આત્મા કાંઈ અશુદ્ધ થઈ ગયો નથી. એ તો નિમિત્ત-નૈમિત્તિક સંબંધથી માત્ર અવસ્થાંતર થયું છે, પણ એના સ્વભાવમાં વધઘટ નથી. જેમ કે પાણી છે એ શીતળ છે અને અગ્નિ નીચે મૂક્યું તો એ ધીમે ધીમે ઉષ્ણતાને ભજે છે. તો એની અવસ્થા પલટાણી છે, પણ એનો સ્વભાવ કાંઈ ઉષ્ણરૂપે થયો નથી.
સ્વભાવ પણ વિભાવરૂપે થઈ જાય તો તો કોઈ જીવ પછી શુદ્ધ થઈ શકે નહીં. માત્ર અવસ્થામાં અશુદ્ધતા આવે છે, સ્વભાવમાં અશુદ્ધતા દાખલ થઈ શકતી નથી. જેમ કે, કપડું છે, તો કપડા પર ડાઘ લાગ્યો છે. શેમાં લાગ્યો છે ? કપડામાં નથી લાગ્યો. ડાઘો ડાઘામાં રહ્યો છે, કપડું કપડામાં છે. કપડું ડાઘારૂપે નથી થયું અને ડાઘો કપડારૂપે નથી થયો. ડાઘાનો અને કપડાનો નિમિત્ત-નૈમિત્તિક સંબંધ છે. બેનો સંયોગ થયો છે, એકત્વપણું નથી. જેનો સંયોગ