________________
૪૭૯
છ પદનો પત્ર પરિણમન સ્વતંત્ર છે. કર્મના ઉદયમાં આત્મા વિભાવરૂપે પરિણમ્યો છે; તો કર્મનો ઉદય તેમાં નિમિત્ત થયો છે, પણ આત્મા સ્વયં તેના સાંનિધ્યમાં એ નિમિત્તના તરફ લક્ષ આપી સ્વતંત્રપણે વિભાવરૂપે પરિણમ્યો છે, પણ કર્મના ઉદયે તેને વિભાવરૂપે પરિણમાવ્યો નથી. તે વખતે નિમિત્ત તરીકે કહી શકીએ તો કર્મનો ઉદય કહી શકાય.
મુમુક્ષુ: એ નિમિત્ત વગર આત્મા પરભાવમાં જાય જ નહીં ને?
સાહેબ જાય જ નહીં. પણ નિમિત્ત હોય તો જાય પણ ખરો અને ના પણ જાય. નિમિત્ત હોય અને જાય જ એવો નિયમ નથી.
માટે, દષ્ટિ પુરુષાર્થ ઉપર રાખવી. જો ઉપાદાનનો પુરુષાર્થ હોય તો ગમે તેવા ઉદયમાં કે નિમિત્તમાં પણ આત્મા પોતે પોતાના સ્વભાવમાં ટકી શકે છે. એટલી આત્માની સ્વતંત્રતા તે વખતે પણ રહી છે અને જો તે ના હોય તો કોઈ આત્માનો મોક્ષ થઈ શકે નહીં. બંને દૃષ્ટિને સાપેક્ષપણે વિચારવાની છે. કેમ કે, આ પ્રયોજનભૂત વાત છે. બીજી વાત નહીં જાણીએ તો ચાલશે કે દેવલોકમાં સોળમા સ્વર્ગમાં કેટલી દેવીઓ છે? કેટલું આયુષ્ય છે? એ નહીં જાણીએ તો ચાલશે. નરકમાં શું છે? એ નહીં જાણીએ તો ચાલશે પણ આ વાત નહીં જાણીએ તો નહીં ચાલે. કેમ કે એનાથી કર્મ બંધાય છે, એનાથી પરિભ્રમણ છે અને એને જાણવાથી ભેદવિજ્ઞાન થાય છે, ભેદવિજ્ઞાન થવાથી જ કર્મનો આસ્રવ અટકે છે, કર્મનો આસ્રવ અટકવાથી પરિભ્રમણ સમાપ્ત થાય છે અને તો જ શાશ્વત મોક્ષની પ્રાપ્તિ થાય છે. માટે આ પ્રયોજનભૂત વાત છે. નવ તત્ત્વમાં આગ્નવ-બંધ, સંવર-નિર્જરાની વાત છે. આ કર્તા-કર્મ સંબંધને સમ્યફ પ્રકારે નહીં સમજવાથી જીવ બંધાયો છે. તેને યથાર્થ સમજવાથી જીવને સંવર-નિર્જરા થાય છે.
ભેદવિજ્ઞાનતઃ સિદ્ધા સિદ્ધા યે કિલ કેચના અસેવા ભાવો બદ્ધાઃ, બદ્ધા: કિલ કેચન //
– શ્રી સમયસાર કળશ જે જીવો મોક્ષે ગયા છે એ ભેદવિજ્ઞાનના પ્રતાપે જ ગયા છે અને જે જીવો પરિભ્રમણ કરી રહ્યા છે એ ભેદવિજ્ઞાનના અભાવના કારણે. તો ભેદવિજ્ઞાન થવા માટે ધીમે ધીમે કર્તાકર્મ અને નિમિત્ત-નૈમિત્તિક સંબંધ જાણવી જરૂરી છે. વાંચીએ, વિચારીએ, સમજીએ. “આ તો આપણને સમજણ ના જ પડે એવી ચોકડી મારી દીધી તો ક્યારેય નહીં સમજાય.