________________
૬૦૦
છ પદનો પત્રા પાત્રતા હોય છે તેનામાં આવે છે. પાત્રતાનો વિષય છે. બાહ્ય જ્ઞાન ભલે હોય કે ના હોય, પણ સપુરુષના સાન્નિધ્યમાં આવે તો ક્ષણવારમાં મોક્ષ પમાડી દે એવો પદાર્થ આ ભક્તિ છે.
ભક્તિ એ હૃદયનો પ્રેમ, હૃદયથી અર્પણતા અને આજ્ઞાંકિતપણું છે. કોઈપણ પ્રકારની શરત વગરની શરણાગતિ છે. દરેક કામમાં નફો શોધતા હોય અને હિસાબ કરતા હોય એનું આમાં કામ નથી. ત્રણ માર્ગ છે - જ્ઞાનમાર્ગ, ક્રિયામાર્ગ અને ભક્તિમાર્ગ. જ્ઞાનમાર્ગ કોઈક વિરલા, વૈરાગ્યવાન, પૂર્વના આરાધક, ક્ષયોપશમવાન અને ગુરુની નિશ્રામાં હોય એવા કોઈક જીવ માટે સારો છે. એનો પણ નિષેધ નથી. પરમકૃપાળુદેવે કહ્યું છે,
જ્ઞાનમાર્ગદુરારાધ્ય છે; પરમાવગાઢ દશા પામ્યા પહેલાં તે માર્ગે પડવાનાં ઘણા સ્થાનક છે. સંદેહ, વિકલ્પ, સ્વચ્છંદતા, અતિપરિણામીપણું એ આદિ કારણો વારંવાર જીવને તે માર્ગે પડવાના હેતુઓ થાય છે; અથવા ઊર્ધ્વભૂમિકા પ્રાપ્ત થવા દેતા નથી.
ક્રિયામાર્ગે અસઅભિમાન, વ્યવહાર આગ્રહ, સિદ્ધિમોહ, પૂજાસત્કારાદિયોગ, અને દૈહિક ક્રિયામાં આત્મનિષ્ઠાદિ દોષોનો સંભવ રહ્યો છે.
કોઈક મહાત્માને બાદ કરતાં ઘણા વિચારવાન જીવોએ ભક્તિમાર્ગનો તે જ કારણોથી આશ્રય કર્યો છે, અને આજ્ઞાશ્રિતપણું અથવા પરમપુરુષ સદ્ગુરુને વિષે સર્વાણિ સ્વાધીનપણું શિરસાવંઘ દીઠું છે, અને તેમ જ વર્યા છે, તથાપિ તેવો યોગ પ્રાપ્ત થવો જોઈએ; નહીં તો ચિંતામણિ જેવો જેનો એક સમય છે એવો મનુષ્યદેહ ઊલટો પરિભ્રમણવૃદ્ધિનો હેતુ થાય.
– શ્રીમદ્ રાજચંદ્ર - પત્રાંક - ૬૯૩ આ પંચમકાળના જીવો માટે પંચમકાળના જ્ઞાનીઓએ પંચમકાળમાં લખેલી વાત છે. જ્ઞાનમાર્ગમાં તો ઘણી યોગ્યતા જોઈએ. દ્રવ્યાનુયોગનું પરિણમન અસંયમી જીવને થતું નથી. સંયમી જોઈએ. ઘણી પાત્રતા જોઈએ. ગુરુગમ વગર તો જ્ઞાનમાર્ગમાં ડગલે ને પગલે જોખમ છે. જેને સાંભળવા જાય એ જો અજ્ઞાની હોય, અને તેનો ક્ષયોપશમ પાવરફુલ હોય, તર્કશક્તિ ઘણી હોય અને વાણીનો યોગ પણ સારો હોય, તો અનેક પ્રકારના તર્ક દ્વારા, વાણી દ્વારા, તે સિદ્ધાંત ઊંધો હોય તો પણ સીધો કરીને ફીટ કરાવી નાંખે છે. એટલે જ્ઞાનમાર્ગ દુરારાધ્ય છે. કોઈક એવા પાત્ર જીવના કામનો છે અને તે પણ ગુરુગમ હોય તેને અથવા પૂર્વના મહાન આરાધક હોય તેના માટે.