________________
દુર્લભ એવો મનુષ્યદેહ
૬૪૫
કંઈ પણ સફળપણું થયું નહીં;
એટલે થોડું પણ ન થયું એમ કહે છે. અનંતવાર જીવ ગ્રંથિભેદ સુધી આવીને પાછો વળી ગયો છે, એમ કહે છે. મિથ્યાત્વની ગ્રંથિ તોડવા માટે છેક નજીક સુધી ઘણી વખત આવી ગયો. તેને સત્સમાગમ કે સત્પુરુષનો આશ્રય હોય ને બળ વાપરે તો ઘડીકમાં કામ કાઢી જાય, એટલી યોગ્યતાવાળો જીવ પણ આવા નિમિત્તના અભાવમાં અથવા ઉપાદાનની નબળાઈના કારણે ગ્રંથિભેદ સુધી આવીને પણ અનંતવાર પાછો વળી ગયો છે. પરમકૃપાળુદેવે કહ્યું છે,
અનાદિકાળના પરિભ્રમણમાં અનંત વાર શાસ્ત્રશ્રવણ, અનંત વાર વિદ્યાભ્યાસ, અનંત વાર જિનદીક્ષા, અનંત વાર આચાર્યપણું પ્રાપ્ત થયું છે. માત્ર, ‘સત્’ મળ્યા નથી, ‘સત્’ સુછ્યું નથી, અને ‘સત્’ શ્રધ્યું નથી, અને એ મળ્યો, એ સુણ્યે, અને એ શ્રધ્યે જ છૂટવાની વાર્તાનો આત્માથી ભણકાર થશે.
– શ્રીમદ્ રાજચંદ્ર - પત્રાંક - ૧૬૬
જે ભવ ગયા તે ગયા, હવે એ કાંઈ પાછા આવવાના નથી, પણ હવે આ ભવ સફળ થાય એ આપણું ધ્યેય, લક્ષ અને તેને અનુરૂપ પુરુષાર્થ જોઈએ. વર્તમાનમાં જે મનુષ્યભવ છે તેનો સદુપયોગ કેમ થાય; તેનું આયોજન, તેનું લક્ષ, તેનું ધ્યેય રાખીને જો આપણે જીવન જીવીએ તો જ આ મનુષ્યભવની સફળતા પ્રાપ્ત થાય. આ મનુષ્યદેહ થોડા સમય માટે આપણને મળ્યો છે. એમાંથી ઘણો ભાગ તો નીકળી ગયો છે. થોડો ભાગ બાકી છે. એ થોડા ભાગમાંય હજી સંસારના આયોજનો એટલા બધા છે કે એમાંથી સમય કાઢીને આ કાર્ય કરવામાં લાગવું. એવું કોઈ વીરલા જીવો કે જેને તીવ્ર રુચિ છે, તીવ્ર તાલાવેલી છે, તીવ્ર જિજ્ઞાસા છે અને નિકટભવી જીવ છે તેને જ સૂઝે છે. બાકી સાંભળે છે ઘણા, ‘હા’ પાડે છે ઘણા, પણ તેના માટે જે સમય આપવો જોઈએ, જે પુરુષાર્થ કરવો જોઈએ, જે હેય-ઉપાદેયનો વિવેક ક૨વો જોઈએ તે કરનારા જીવો વીરલા હોય છે.
વીરલા જાણે તત્ત્વને, વીરલા શ્રદ્ધે કોઈ; વીરલા ધારે તત્ત્વને, વીરલા પામે કોઈ.
ત્રણેય કાળમાં વીરલા જીવો કોઈક જ હોય છે. એમાંય આ પંચમકાળ છે. ચારે બાજુ વિષય, કષાય, આરંભ, પરિગ્રહ અને ધર્મના નામે બાહ્ય પ્રવૃત્તિઓ એટલી બધી છે કે એમાં અંતર્મુખતાનો માર્ગ હાથમાં આવવો, અંતર્મુખ થવું અને આત્માનું કાર્ય થાય એવી પાત્રતા લાવવી