________________
૨૫૯
શું સાધન બાકી રહ્યું ? એટલે ભગવાને બધાયને કેશલોચ કરાવી દીધા અને દીક્ષા આપી દીધી. એ બધાય મોક્ષે ગયા અને પાછળથી બાહુબલીજી અને ભરતજી પણ મોક્ષે ગયા. સૌથી પહેલા મોક્ષે જવામાં બાહુબલી હતા, પછી બધા ગયા. ભગવાન પણ પછી ગયા. એ તો ઠીક છે, જેવું જેનું ભવિતવ્ય હોય તેવું થાય છે, પણ કહેવાનું એ કે કોઈ ભગવાન પાસે કે જ્ઞાની પાસે જાય અને આશીર્વાદ માંગે તો ભગવાન કે જ્ઞાની તેનો સંસાર નાશ થઈ જવાના આશીર્વાદ આપે. સંસાર વધે એવા આશીર્વાદ આપે તો એ જ્ઞાની નથી. તમને એમ થાય કે સાહેબ! મારો ધંધો બરાબર ચાલતો નથી, એટલે કંઈક એવા આશીર્વાદ આપો. ભગવાન પાસે જાવ તો ભગવાન કહે કે ભાઈ! મારી પાસે નહીં ઘંટાકર્ણ પાસે જાવ. આવા આશીર્વાદ હું નથી આપતો. હું તો તમે વીતરાગ થાવ એવા આશીર્વાદ આપું, એના સિવાય કોઈ આશીર્વાદ હું આપું નહીં.
(૧૦) પરીક્ષિત રાજાને શુકદેવજીએ એ જ ઉપદેશ કર્યો છે.
સાત દિવસ પછી પરીક્ષિત રાજાને નાગ કરડવાનો છે એમ જાણી શુકદેવજીએ તેમને આત્માની દઢ પકડ કરાવી દીધી કે આત્મા અજર, અમર, અવિનાશી, શાશ્વત છે. આવા હજાર નાગ કરડશે તો પણ તને કંઈ થવાનું નથી. સાતમા દિવસે પરીક્ષિત રાજાએ સમાધિમરણની બરાબર તૈયારી કરી લીધી. એકવાર સમાધિમરણ થાય તો અનંતકાળના અસમાધિમરણ ટળી જાય. પરીક્ષિત રાજાને શુકદેવજીએ આત્માનો ઉપદેશ કર્યો હતો. છ પદમાં, નવતત્ત્વમાં આત્માનો આશ્રય કર અને આત્માના આશ્રયે કલ્યાણ છે અને તું અજર-અમર-અવિનાશી, શાશ્વત છું આવો બોધ દઢ કરાવ્યો હતો.
ક્યારે કોઈ વસ્તુનો, કેવળ હોય ન નાશ; ચેતન પામે નાશ તો, જેમાં ભળે તપાસ.
– શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર - ગાથા - ૭૦ આ દઢ કરાવી દીધું હતું. મુનિઓને છેલ્લી વખતે જ્યારે મરણાંત ઉપસર્ગ - પરિષદ આવે છે ત્યારે તેઓ પોતાના ઘરમાં (સ્વસ્વરૂપમાં) ઘુસી જાય છે અને દેહાધ્યાસ છોડી દે છે. ઘણાને ઘાણીમાં પીલી નાખ્યા છે, ઘણાને નદીના પાણીમાં નાંખી દીધા છે, ઘણાને અગ્નિ સળગાવીને બાળી નાંખ્યા છે, અનેક પ્રકારે એમના મરણ થયા છે, પણ એને ઉદય સમજીને ઉપયોગને સ્વરૂપમાં સ્થિર કરી દીધો અને દેહ છોડીને કેવળજ્ઞાન લઈને મોક્ષે ગયા. એટલે પરમકૃપાળુદેવે કહ્યું કે અમને ગજસુકુમાર જેવો વખત હોજો અને આપણે શાલીભદ્ર જેવી