________________
૧૪૦
શું સાધન બાકી રહ્યું ? આ ચાર ગાથા છે તે બહુ માર્મિક અને ચિંતન-મનન કરવા જેવી છે. આપણે જ્યાં જ્યાં ભૂલતા હોઈએ ત્યાં ત્યાંથી ભૂલ સુધારવાની છે. યોગ્યતા, પાત્રતા નહીં હોય તો કાર્ય નહીં થાય. ગમે તેટલી ઝંખના હશે, ગમે તેટલો પુરુષાર્થ કરીશું, તો પણ નહીં થાય. “સ્વબોધ કિયો' એટલે મન અને શ્વાસોચ્છવાસને રોકીને આત્માનો વિચાર કર્યો. પોતે કોણ છે? પોતાનું સાચું સ્વરૂપ શું છે? એ જાણવા એણે ધ્યાન પણ કર્યું. શાસ્ત્રોનો અભ્યાસ પણ કર્યો. એકાંત નિશ્ચયનયને પકડીને એકાંત આત્માની વાત “હું અજર-અમર-અવિનાશી શાશ્વત છું. સર્વથી સર્વ પ્રકારે ભિન્ન અને અસંગ છું” આવા પણ ચિતન ઘણા કર્યા. બીજાને બોધ પણ કર્યો. સ્વને પણ સંબોધન કર્યું.
એમ, જીવે અનેક પ્રકારે અનેકવાર સ્વરૂપનો વિચાર કર્યો, પરંતુ ભૂલના કારણે કાર્યમાં સફળતા મળી નહીં. જે ભૂલ હતી તે ભૂલ તેને પકડાઈ નહીં. પેટ્રોલમાં જ્યારે કંઈક કચરો આવી જાય છે ત્યારે જીવ કલાકો સુધી મથે છે, પણ ગાડી ચાલુ થતી નથી, પણ બોનેટ ખોલીને અંદરમાં જુએ કે આમાં ક્યાં ભૂલ છે કે જેના કારણે ગાડી ચાલુ નથી થતી? ફિલ્ટરને સાફ કરીને પાછું ગોઠવી દીધું, અને ચાલુ કરી તો એક સેલ મારતાં ગાડી ચાલુ થઈ ગઈ. ફિલ્ટરમાં કચરો હતો એટલે ગાડીમાં ચાલુ થવાની પાત્રતા નહોતી. માટે પહેલાં પાત્રતા લાવો. જ્યારે એ જ મરિચીના જીવે પાત્રતા લાવી તો ઉપર આકાશમાંથી ચારણ ઋદ્ધિધારી મુનિઓએ આવીને તેને સંબોધ્યો ને એનું કામ થઈ ગયું. નિમિત્ત અને ઉપાદાન બનો સમન્વય થઈ ગયો. નહીં તો ઋષભદેવ ભગવાન કરતાં આ ઋદ્ધિધારી મુનિઓનું નિમિત્ત કાંઈ ઊંચું નહોતું. ભગવાન તો કેવળજ્ઞાની હતા, ને મુનિઓ તો છદ્મસ્થ હતા. પણ તે વખતે મરિચીમાં પાત્રતા નહોતી એટલે કામ ના થયું. એટલે પાત્રતાની પણ જરૂર છે અને નિમિત્તની પણ જરૂર છે. પાત્ર હશે તો અવિરતિ સમ્યક્દષ્ટિનો બોધ પણ તમને કાર્યકારી થશે અને પાત્રતા નહીં હોય તો કેવળજ્ઞાનીનો બોધ પણ કાર્યકારી નહીં થાય. તો, પરમકૃપાળુદેવે આપણને આ ભૂલ બતાવી છે કે,
મન પીન નિરોધ સ્વબોધ કિયો, હઠજોગ પ્રયોગ સુતાર ભયો. આત્માનું જેવું ચિંતવન કરો તેવો આત્મા દેખાય. ધ્યાનમાં બેસો અને ચિંતવો કે હું હાથી જેવો મોટો છું, તો તમે તમને હાથી જેવા દેખાશો. ત્યારે તમને એમ લાગશે કે હું હાથી છું, તો આ રૂમમાંથી કેવી રીતે નીકળીશ ! જેવું ચિંતવન કરે છે તેને અનુરૂપ જીવની દશા અને સ્થિતિ થાય છે. જેવું ચિંતવો તેવું જણાય. એટલે કહેવાનો મતલબ એ છે કે આત્મસ્વરૂપનો નિર્ણય થવામાં જીવ અનાદિથી ભૂલ્યો છે. જેવું સ્વરૂપ છે તેને અનુરૂપ યથાર્થ શ્રદ્ધા જીવે કરી