________________
૪૮૮
છ પદનો પત્ર જેમ ધાવમાતા બહારમાં બધું કામ કરે, પણ અંદરમાં એનું જ્ઞાન કામ કરે છે કે આ મારો દીકરો નથી. એમ જ્ઞાની શુભભાવને પેલા બાળક કરતા પણ વધારે રમાડે છે, પણ અંદરમાં ખ્યાલ છે કે આ “ભાવ” મારો નથી. આ શુભભાવરૂપી દીકરો મારો નથી. શુભભાવ કે અશુભભાવરી દીકરો મારો નથી. આ પરભાવનો નીપજેલો છે. આ પરમાતાનો છે, આ સ્વમાતાનો નથી. એટલું જ્ઞાન એને અંદરમાં રહ્યું છે.
ત્રીજું પદ - “આત્મા કર્તા છે. સર્વ પદાર્થ અર્થક્રિયાસંપન્ન છે. કંઈ ને કંઈ પરિણામક્રિયા સહિત જ સર્વ પદાર્થ જોવામાં આવે છે. આત્મા પણ ક્રિયા સંપન્ન છે. ક્રિયાસંપન્ન છે, માટે કર્તા છે. તે કર્તાપણું ત્રિવિધ શ્રી જિને વિવેચ્યું છે; પરમાર્થથી સ્વભાવપરિણતિએ નિજસ્વરૂપનો કર્તા છે. અનુપચરિત (અનુભવમાં આવવા યોગ્ય, વિશેષ સંબંધસહિત) વ્યવહારથી તે આત્મા દ્રવ્યકર્મનો કર્તા છે. ઉપચારથી ઘર, નગર આદિનો કર્તા છે.
પરમાર્થથી એટલે શુદ્ધ નિશ્ચયનયથી શુદ્ધ નિશ્ચયનયથી આત્મા જ્ઞાનભાવનો સ્વભાવ પરિણતિ એટલે નિજસ્વરૂપનો કર્તા છે અને નિજસ્વરૂપના કૌંભાવનો ભોક્તા છે.
જો પોતે પોતાના ભાનમાં વર્તે તો પોતાના જ્ઞાન અને આનંદ પરિણામનો કર્તા છે અને હકીકતમાં કોઈ એક દ્રવ્ય બે ક્રિયાઓ કરી શકે એવો સિદ્ધાંત નથી.
સિદ્ધાંત સ્થાપિત કર્યો કે એક પરિણામ કે કર્નાન દરવ દોઈ. એક પરિણામ એટલે કે એક ક્રિયા બે દ્રવ્ય મળીને કરી શકે નહીં. ચેતન ચેતનની જ ક્રિયા કરી શકે અને અચેતન અચેતનની જ ક્રિયા કરી શકે. ચેતન ચેતનની પણ ક્રિયા કરે અને અચેતનની પણ ક્રિયા કરે એમ બે ક્રિયા એકલું ચેતન કરી શકે નહીં. એમ અચેતન અચેતનની પણ ક્રિયા કરે અને ચેતનની પણ ક્રિયા કરે એમ બને નહીં. ચેતનની ક્રિયા એ જ્ઞાનક્રિયા છે. તો ચેતન જ્ઞાનક્રિયા પણ કરે અને ક્રોધાદિ ક્રિયાઓનો કર્તા થાય એમ બનતું નથી. એવી રીતે ચેતન પોતાની સ્વભાવપરિણતિએ વર્તી અને નિજસ્વરૂપનો કર્તા થાય એટલે જ્ઞાન પરિણતિનો કર્તા થાય અને દુનિયાના કોઈ પદાર્થોનો કર્તા થાય, એમ પણ બનતું નથી.
જેમ ક્રોધાદિભાવનો કર્તા જીવ નથી તેમ અચેતનની જે કાંઈ પરિણતિ છે એનો કર્તા પણ જીવ નથી. જીવમાં થાય છે પણ એ જીવનો સ્વભાવ નથી. માટે એની ક્રિયાનો કર્તા નથી. ક્રોધાદિ ભાવ, રાગાદિ ભાવ આત્માના પ્રદેશમાં થાય છે. જ્ઞાની એનો સ્વીકાર નથી કરતા એમ નથી. એનો સ્વીકાર કરે છે, પણ એ આત્માની સ્વભાવ પરિણતિ નથી. એ નિમિત્ત-નૈમિત્તિક