________________
ક્ષમાપના
૩૪૧
નિર્દોષ પુરુષ તે આપ્ત છે. આપ્ત એટલે વિશ્વાસ કરવા યોગ્ય અને જેમનામાં અઢારમાંનો એકપણ દોષ હોય તો તે નિર્દોષ નથી. જેમને સર્વજ્ઞતા, વીતરાગતા અને હિતોપદેશીપણું છે તે અવલંબન લેવા યોગ્ય છે. જેમને અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત આનંદ અને અનંત વીર્ય પ્રગટ થયા છે તે પરમાત્મા છે.
તત્ત્વ એટલે સદેવ, ગુરુ ને ધર્મ. તે સિવાય કોઈ બીજાને દેવ તરીકે માને, ભગવાન તરીકે માને, પૂજે, તેનો આશ્રય કરે તો એ મિથ્યાત્વ ગાઢું કરે. ભક્તિના કારણે કષાયની મંદતા છે, તો પુણ્ય બાંધે, પણ અસવમાં સદેવની માન્યતા કરી તો તેનું મિથ્યાત્વ ગાઢું થાય. પહેલાં દેવતત્ત્વની ઓળખાણ કરો અને પછી એ સિવાય જે કોઈ બીજા દેવતત્ત્વમાં નથી આવતા તેને છોડો અને સાચા દેવતત્ત્વને પકડો, એની પૂજા કરો. શ્રી આનંદઘનજી મહારાજે પણ કહ્યું છે,
દેવ ગુરુ ધર્મની શુદ્ધિ કહો કિમ રહે, કિમ રહે શુદ્ધ શ્રદ્ધાન આણો; શુદ્ધ શ્રદ્ધાન વિષ્ણુ સર્વ કિરિયા કરી, છાર પર લીંપણ તે જાણો.
– શ્રી આનંદઘનજી કૃત શ્રી અનંતનાથજિન સ્તવન જો અંદરમાં અસમાં સની કલ્પના હશે તો તે દેવતત્ત્વની શ્રદ્ધા છે તે યથાર્થ નહીં કહેવાય.
જિજ્ઞાસુ વિચક્ષણ સત્ય ! કોઈ શંકરની, કોઈ બ્રહ્માની, કોઈ વિષ્ણુની, કોઈ સૂર્યની, કોઈ અગ્નિની, કોઈ ભવાનીની, કોઈ પેગમ્બરની અને કોઈ ઈસુ ખ્રિસ્તની ભક્તિ કરે છે. એઓ ભક્તિ કરીને શી આશા રાખતા હશે? - સત્ય : પ્રિય જિજ્ઞાસુ, તે ભાવિક મોક્ષ મેળવવાની પરમ આશાથી તે દેવોને ભજે છે.
જિજ્ઞાસુ કહો ત્યારે એથી તેઓ ઉત્તમ ગતિ પામે એમ તમારું મત છે?
સત્ય : એઓની ભક્તિ વડે તેઓ મોક્ષ પામે એમ હું કહી શકતો નથી. જેઓને તે પરમેશ્વર કહે છે તેઓ કંઈ મોક્ષને પામ્યા નથી; તો પછી ઉપાસકને એ મોક્ષ ક્યાંથી આપે? શંકર વગેરે કર્મક્ષય કરી શક્યા નથી અને દૂષણ સહિત છે, એથી તે પૂજવા યોગ્ય નથી.
– શ્રી મોક્ષમાળા - શિક્ષાપાઠ - ૧૩ જે મોક્ષે ગયા નથી તો તેને માનનારો ક્યાંથી જાય? એકના હાથમાં ત્રિશૂળ છે, એકના હાથમાં ગદા છે, એકના હાથમાં ચક્ર છે અને વીતરાગના હાથમાં કાંઈ હોતું નથી, એમને ભય