________________
૫૦૦
છ પદનો પત્ર
મુમુક્ષુ : તાદાભ્ય સંબંધની વાત થાય છે?
સાહેબઃ તાદાત્ય સંબંધ નથી. જેવો જ્ઞાનનો આત્મા સાથે તાદામ્ય સંબંધ છે એવો ક્રોધનો આત્મા સાથે તાદાભ્ય સંબંધ નથી. આત્માથી ક્રોધ જુદો છે માટે એનો કર્તા નથી. જે દૃષ્ટિ છે એ દૃષ્ટિથી સમજો તો સમજાય. પરમાર્થથી શુદ્ધ નિશ્ચયનયથી જોઈએ તો વાત જુદી છે. અશુદ્ધ નિશ્ચયનયથી જોઈએ તો ક્રોધાદિનો કર્તા આત્મા છે.
મુમુક્ષુ એટલે ઘડો, માટી અને કુંભારમાં આ રીતે સમજવાનું? સાહેબ બધાયમાં આ જ રીતે. કર્તા-કર્મ અધિકારના તો જુદા જુદા ઘણા દષ્ટાંતો છે.
એક જીવ દ્રવ્ય તે ચેતન અને અચેતન એ બે પરિણામે પરિણમી શકે નહીં અથવા એક પુદ્ગલ દ્રવ્ય અચેતન અને ચેતન એ બે પરિણામે પણ પરિણમી શકે નહીં. એ તો સમજાશે કે આ જડ છે એ અચેતનરૂપે એટલે રૂપ-રસ-ગંધ-શબ્દ-સ્પર્શ રૂપે તો પરિણમે છે, પણ એ જ્ઞાનરૂપે પણ પરિણમે એમ બની શકતું નથી. આની સાથે ગમે તેટલા યંત્રો જોડીએ તો પણ આ જાણવા - જોવાનું કામ કરી શકતું નથી. માત્ર પોતે પોતાના જ પરિણામમાં પરિણમે. દરેક દ્રવ્ય પોતે પોતાના પરિણામમાં પરિણમે. ચેતન પરિણામ એ અચેતન પદાર્થને વિષે હોય નહીં અને અચેતન પરિણામ તે ચેતન પદાર્થને વિષે હોય નહીં.
એક કરતૂતિ દોઈ દવ કબહૂ ન કરે, એક ક્રિયા બે દ્રવ્ય મળીને કરી શકતું નથી. કેમ કે, એક સમયમાં બે ઉપયોગ હોઈ શકતા નથી. એક સમયે જડની પણ ક્રિયા થાય અને ચેતનની પણ ક્રિયા થાય એમ બની શકતું નથી.
બે દ્રવ્યનું મળવું એકાંતે યોગ્ય નથી. બે દ્રવ્ય મળીને એકમેક થઈ જાય એવું બનતું નથી. બે દ્રવ્યની સત્તા તો જુદી જુદી જ રહેવાની. જો બે દ્રવ્ય એક થઈ જાય તો તો દ્રવ્યનો નાશ થવાનો પ્રસંગ આવે અને દ્રવ્યનો નાશ થાય તો એમ કરતાં આખા વિશ્વનો નાશ થવાનો પ્રસંગ આવે. માટે, એમ બનતું નથી. બે દ્રવ્યનું મળવું એકાંતે યોગ્ય નથી. જો બે દ્રવ્ય મળીને એક દ્રવ્ય ઉપજતું હોય તો વસ્તુ પોતાના સ્વરૂપનો ત્યાગ કરે, વસ્તુનો નાશ થઈ જાય અને એમ તો કોઈ કાળે બને નહીં કે વસ્તુ પોતાના સ્વરૂપનો કેવળ ત્યાગ કરે. જ્યારે એમ બનતું નથી ત્યારે બે દ્રવ્ય કેવળ એક પરિણામને પામ્યા વિના એક ક્રિયા પણ ક્યાંથી કરે? અર્થાત્ ન જ કરે. માટે બે દ્રવ્ય પણ એક ક્રિયાને કરી શકતા નથી.
દોઈ કરતૂતિ દર્વ દરવ ન કરતુ હૈ.