________________
૪૮
ભક્તિના વીસ દોહરા
જે ભજે એટલે ગુણોની ભક્તિ, દશાની ભક્તિ અને સ્વરૂપની ભક્તિ. સ્વરૂપભક્તિ, એકતાભક્તિ એ પરાભક્તિ છે. સદ્દગુરુનું શુદ્ધ સ્વરૂપ, ભગવાનનું શુદ્ધ સ્વરૂપ અને પોતાનું શુદ્ધ સ્વરૂપ ત્રણેય એક જ છે. આવો અનુભવ થાય તે પરાભક્તિ. આત્મા અને પરમાત્માનું એકરૂપે થઈ જવું તે પરાભક્તિ છે.
આજ્ઞાભક્તિ જ્ઞાનીઓએ જે આજ્ઞા આપી હોય તેને સર્વાર્પણપણે આરાધવી તે આજ્ઞાભક્તિ. જયાં સુધી જીવ જ્ઞાનીની આજ્ઞામાં છે ત્યાં સુધી તે અંકુશમાં રહે છે. (૧) શ્રવણ ભક્તિ - સન્દુરુષનો બોધ શ્રવણ કરવો તે શ્રવણ ભક્તિ છે. (૨) કીર્તન ભક્તિ - ભગવાન પાસે કીર્તન કરી, ભગવાનના ગુણોમાં અનુરાગ કરવો એ
કીર્તન ભક્તિ છે. . (૩) ચિંતવન ભક્તિ - ભગવાનના ગુણોનું ચિંતવન કરવું, ભગવાનની દશાનું ચિંતવન
કરવું તે ચિંતવન ભક્તિ છે. (૪) સેવન ભક્તિ - ઉત્તમ ભાવોથી અને ઉત્તમ દ્રવ્યોથી ભગવાનની પૂજા કરવી તે સેવન
ભક્તિ છે. વંદન ભક્તિ - ભગવાનને દ્રવ્યથી અને ભાવથી વંદન કરવા તે વંદન ભક્તિ છે. દ્રવ્યથી એટલે અષ્ટાંગ કે પંચાંગ નમસ્કાર તે દ્રવ્યવંદન અને અંદરમાં જે ભાવ કરીએ
છીએ તે ભાવવંદન છે. (૬) ધ્યાન ભક્તિ - પરમાત્માનું હૃદયમાં ધ્યાન કરી અને પરમાત્માની મૂર્તિમાં ઉપયોગને
એકાગ્ર કરીએ છીએ તે ધ્યાન ભક્તિ છે. લઘુતા ભક્તિ - ભગવાન પાસે કે પુરુષો પાસે લઘુ થઈ જઈએ, લઘુતા ધારણ કરીએ તે લઘુતા ભક્તિ છે. સમતા ભક્તિ - જગતના તમામ જીવોમાં એક સ્વરૂપ જુએ છે કે બધા ભગવાન છે એવી રીતે બધાયને આત્મા તરીકે જોઈને રાગ-દ્વેષનો ત્યાગ કરવો તે સમતા ભક્તિ
(૯) એકતા ભક્તિ - ભગવાનનું શુદ્ધ સ્વરૂપ – સદ્ગુરુનું શુદ્ધ સ્વરૂપ અને પોતાનું શુદ્ધ
સ્વરૂપ ત્રણેય એક જ છે આવો અનુભવ થાય તે પરાભક્તિ - એકતા ભક્તિ છે.