________________
૨૧૪
શું સાધન બાકી રહ્યું ? મટી જશે. પછી તમે ઈડરની એકાદ ગુફા પકડીને બેસી જશો. જે છે તે અંદરમાં છે, બહાર કંઈ છે નહીં. તો બહાર દોડાદોડ કરવાથી ફાયદો શું છે? સમજે તો સહજમાં છે અને ઊંધું મથે તો અનંત ઉપાય પણ નથી. માટે, સાચું સમજો . પરમકૃપાળુદેવે કહ્યું છે,
જે સમજ્યા તે સમાઈ ગયા.
-- શ્રીમદ્ રાજચંદ્ર - પત્રાંક - ૬૪૫ સ્વરૂપને સમજશો તો સ્વરૂપમાં સમાઈ જશો અને સમાઈ જશો તો જ સમજવું કે હું સમજયો તે સાચું અને નહીં તો “જે સ્વરૂપ સમજયા વિના, પામ્યો દુઃખ અનંત.” સ્વરૂપ જ જે ના સમજયા, તે ભલે બહારમાં ગમે તેટલા પુણ્યના ઉદયવાળા હોય તો પણ દુઃખી છે, સુખી નથી. પુણ્યના ઉદયવાળા પણ અજ્ઞાન અવસ્થાના કારણે દુઃખી છે. શાતાના ઉદયવાળા પણ અજ્ઞાન અવસ્થામાં દુઃખી છે. આપણી સુખ-દુઃખની વ્યાખ્યા અલગ છે. બહારમાં બધી અનુકૂળતા હોય તેને સુખ અને બહારમાં પ્રતિકૂળતા હોય તેને દુઃખ કહીએ છીએ. જ્ઞાનીઓની વ્યાખ્યા એવી નથી. જ્ઞાની કહે છે કે જેને આત્મદષ્ટિ થઈ અને આત્માનો આશ્રય કર્યો તે સુખી અને જેણે આત્માનો આશ્રય છોડીને અન્યનો આશ્રય કર્યો તે દુઃખી.
ચેતન જો નિજ ભાનમાં, કૌંઆપ સ્વભાવે; વર્તે નહિ નિજ ભાનમાં, કર્તા કર્મપ્રભાવ.
– શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર - ગાથા - ૭૮ કેટલા પૈસા ખર્ચવા પડે સુખ લેવા માટે? એક નવા પૈસાની પણ જરૂર નથી. જો પૈસાથી સુખ મળતું હોય તો આ બધા મુનિઓ દુઃખી થઈ જાય. કેમ કે, મુનિઓ બધું ત્યાગ કરીને બેઠા છે અને આ મુકેશ અંબાણી ને એ બધા સુખી થઈ જાય. પણ, વધારેમાં વધારે દુઃખી હોય તો આ પૈસાવાળા છે.
પરમકૃપાળુદેવે અત્યંતર નોંધમાં લખ્યું છે કે, લાવ જોઉં તો ખરો કે જગતમાં કોણ કોણ સુખી છે? પછી તેમને એમ થયું કે આ દુનિયામાં અત્યારે મોટામાં મોટા સુખી હોય તો ચક્રવર્તી રાજા છે, જેને છ ખંડનું રાજય, ૯૬ હજાર રાણીઓ, હજારો દેવો જેના સેવક હોય છે. ચક્રવર્તીને ઉત્કૃષ્ટ પુણ્ય હોય છે. તો લાવે, આનું સુખ તો જોઉં કે કેવું છે? એમ કરીને તેના હૃદયમાં જ્ઞાનથી ઘૂસ્યા. જોયું તો બાપડો બહુ દુઃખી ! કોણ? ચક્રવર્તી. તેમ આ ધનવાનો પણ બહુ દુઃખી, કેમ કે તેની કાંકરામાં અધિક પ્રીતિ છે. આ તાતાવાળા હજી મોટા વિમાનો બનાવશે,