________________
ભક્તિના વસિ દહિરા
ગાથા - ૧૩
એમ અનંત પ્રકારથી, સાધન રહિત હુંય; નહીં એક સદ્ગુણ પણ, મુખ બતાવું શુંય ?
સંસારથી તરવા માટે જ્ઞાનીઓએ અનેક પ્રકારના સાધનો બતાવ્યા છે. નિશ્ચયથી તો સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર છે. વ્યવહારથી બહારમાં અનેક છે, જે આગળની ગાથાઓમાં આવી ગયા. ગુરુનું વર્ણન પણ આવી ગયું, બીજા પણ અનેક વર્ણન આવી ગયા. જે સંસારથી તરવા માટેના સાધનો છે તેનો વિચાર કરી તેણે તરવું છે એણે એ સાધનોનું અવલંબન લેવું જોઈએ, આ૨ાધવું જોઈએ. સાધ્ય એક શુદ્ધ આત્મા છે.
દેવ-ગુરુ-ધર્મ તે સાધન છે, સત્શાસ્ત્રો એ પણ સાધન છે, અનેક પ્રકારની સાધના પણ સત્તાધન છે અને ખરું સાધન તો આત્માનો આશ્રય છે કે જેના આધારે સમ્યગ્દર્શન-જ્ઞાનચારિત્ર પ્રાપ્ત થાય છે. જેવી રીતે છૂટવાના અનેક કારણો છે, તેવી રીતે બંધાવાના કારણો પણ અનેક છે. જે જે જીવો મોક્ષે ગયા છે તે બધા સદેવ-ગુરુ-શાસ્ત્ર અને સમ્યગ્દર્શન-જ્ઞાનચારિત્રનો આશ્રય કરીને મોક્ષને પ્રાપ્ત થયા છે. તે સાધનોની મુખ્યતા આ મનુષ્યભવમાં રહેવી જોઈએ. તેના બદલે મારાથી તો એક પણ સાધન સાચું થયું નથી. એક પણ સાચા.સાધનનું અવલંબન મેં યથાર્થ રીતે કર્યું નથી !
આત્મામાં અનંત ગુણો છે. એના ઉ૫૨ કર્મોનું આવરણ લાગેલું છે. જ્યાં સુધી મિથ્યાત્વ ટળે નહીં અને સમ્યગ્દર્શન થાય નહીં, આત્મજ્ઞાન થાય નહીં, ત્યાં સુધી આત્માનો એકે ગુણ સાચો પ્રગટ્યો કહેવાય નહીં. અનાદિકાળથી આપણે ઘણી સાધના કરી, પણ આત્માના જે ગુણો સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર પ્રગટ થવા જોઈએ તે પ્રગટ થયા નહીં. તો મુક્તિ ક્યાંથી થાય ? કારણ કે, ખરા ગુણ તો આ છે. વળી, ક્ષમા, માર્દવ, આર્જવ, સત્ય, શૌચ, સંયમ, તપ, ત્યાગ, આકિંચન, બ્રહ્મચર્ય - આ બધા આત્માના ગુણો છે. તે સાચા ગુણોની હજી મને ઓળખાણ પણ થઈ નથી.
હે પ્રભુ ! અજ્ઞાન અવસ્થામાં મેં બધી સાધના કરી, પણ એનાથી આત્માનો એકે સાચો ગુણ પ્રગટ થયો નથી. આરાધનાની વાત તો બહુ દૂર છે, પણ સાચા ગુણોની ઓળખાણ પણ થઈ નથી. મિથ્યાત્વ અવસ્થાના ગુણો પણ પરિભ્રમણના કારણો થાય છે. દાન તપ, ત્યાગ, ભક્તિ, શાસ્ત્રજ્ઞાન વગેરે મિથ્યાત્વ સહિત હોય તો પરિભ્રમણના કારણ થાય છે. એથી પરમાર્થથી