________________
૧૨૬
શું સાધન બાકી રહ્યું ?
સાચા પુરુષાર્થ પ્રત્યે દષ્ટિ જશે કે કયું કામ રહી ગયું છે ? અજ્ઞાનના કારણે સદ્વિવેક પામવો દુર્લભ છે. પુરુષાર્થ તો બધાય કરે છે, પણ સત્પુરુષાર્થ તે મોક્ષનું કારણ થાય. એટલે જ પરમકૃપાળુદેવે કહ્યું કે,
જો ઇચ્છો પરમાર્થ તો, કરો સત્ય પુરુષાર્થ; ભવસ્થિતિ આદિ નામ લઈ, છેદો નહિ આત્માર્થ.
‘મૂળમાર્ગ’ માં પણ સાચો પુરુષાર્થ બતાવ્યો કે,
· શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર - ગાથા - ૧૩૦
તે ત્રણે અભેદ પરિણામથી રે, જ્યારે વર્તે તે આત્મારૂપ, મૂળ.
તેહ મારગ જિનનો પામિયો રે, કિંવા પામ્યો તે નિજસ્વરૂપ. મૂળ.
-
- શ્રીમદ્ રાજચંદ્ર - પત્રાંક – ૭૧૫ – · ‘મૂળમાર્ગ રહસ્ય’ જેમ લક્ષ વગરનું બાણ નિષ્ફળ જાય, તેમ લક્ષ વગરની સાધના પણ નિષ્ફળ જાય. આપણું લક્ષ, ધ્યેય મોક્ષનું છે, સ્વરૂપપ્રાપ્તિનું છે. જો સ્વરૂપદૃષ્ટિ ના થાય, સ્વરૂપ-અનુસંધાન ના થાય તો ગમે તેવા સાધનો હોય તે સંસારના હેતુભૂત થાય, મોક્ષના હેતુભૂત ના થાય. વહ સાધન બાર અનંત કિયો, તદપિ કછુ હાથ હજુ ન પર્યો.
કયું સાધન સાચું ? તો કે જે સાધ્યની સિદ્ધિ કરે તે સાધન સાચું. સાધન ગમે તેટલું ઊંચું હોય, પણ સાધ્યની સિદ્ધિ ના થાય તે કાર્યભૂત કહેવાય નહીં. કૈવલ્યનું બીજ શું છે ? તે અહીં
બતાવ્યું છે.
વહ કેવલકો બીજ ગ્યાનિ કહે, નિજકો અનુભૌ બતલાઈ દિયે.
આ પદમાં બે વસ્તુની મુખ્યતા છે કે એક તો શું સાધન કરવું બાકી રહ્યું ? અને બીજું કેવળજ્ઞાનનું બીજ સમ્યગ્દર્શન શું છે ? આત્મજ્ઞાન – સમ્યગ્દર્શન એ બીજ છે અને કેવળજ્ઞાન એ પૂનમ છે. તો, એ વાત આ પદમાં બતાવી છે કે આજ દિન સુધી આપણે કેવા કેવા સાધનો કર્યા ! અનંતવા૨ જિનદીક્ષા લીધી, અનંતવાર શાસ્ત્રનો અભ્યાસ કર્યો, અનેકવાર અનેક પ્રકારની અટપટી સાધના કરી; પણ એક સત્ સુણ્યું નથી, એક સત્ શ્રધ્યું નથી, એક સત્ અનુભવ્યું નથી. એ સુણ્ય, શ્રધ્યે, અનુભવ્યે છૂટવાની વાર્તાનો આત્માથી ભણકાર થશે, એમ પરમકૃપાળુદેવે કહ્યું છે. તો, સત્ત્નું લક્ષ રાખીને સાધના કરવાની છે.