________________
૧૭૪
શું સાધન બાકી રહ્યું ? નથી. એટલે તમને એ તો ખ્યાલ આવે છે કંઈક ખૂટે છે, આંકડો એકાદો ખોટો લાગે છે, એક છે કે બે છે એ તમે નક્કી નહીં કરી શકો, એ ગુરુ નક્કી કરશે કે એક ખૂટે છે કે બે. સમ્યગ્દર્શન, જ્ઞાન, ચારિત્રના આંકડા લાઈનમાં આવશે તો મોક્ષમાર્ગ ખુલશે, નહીં તો મોક્ષમાર્ગ ખુલશે નહીં. તો આટલી બધી ત્યાગ-તપસ્યાઓ કરીએ છીએ છતાંય કેમ નિષ્ફળ જાય છે ? આપણે અનંતવાર કરી, છતાં કેમ નિષ્ફળ ગઈ ? કેમ કે, આ ઉપયોગની રમત રમતાં આવડી નહીં. ઉપયોગને જ્યાં સ્થિર કરવાનો છે, લગાડવાનો છે ત્યાં લગાડ્યો નથી અને જ્યાં નથી લગાડવાનો ત્યાં આ જીવે લગાડ્યો છે બસ. તમે હજારો, લાખો વર્ષ સુધી મુનિ અવસ્થામાં સાધના કરી, પણ જો એ ઉપયોગ તમારા સ્વરૂપમાં નહીં લાગે તો તમે મોક્ષમાર્ગમાં એક ડગલું પણ આગળ વધી નહીં શકો અને તેના રીએક્શન રૂપે પછી અંદરમાં અનેક પ્રકારના કષાયો આવવાના: શુદ્ધોપયોગ નહીં હોય તો કોઈને કોઈ નિમિત્તથી, ઉદયથી કે બનાવથી અંદરના રુંધાયેલા કષાયો બહાર નીકળશે અને તેનું પતન કરી નાંખશે. એટલે આચાર્યશ્રી વિદ્યાસાગરજી મહારાજ કહે છે કે,
જો મહારાજ હોતે હૈ, વો નારાજ નહીં હોતે; ઔર જો નારાજ હોતે હૈ વો મહારાજ નહીં હોતે.
કોઈના ઉ૫૨ તમે નારાજ કેમ થયા ? એણે તમારું શું બગાડ્યું ? કોઈ જીવ કોઈનું ભલું કે બૂરું કરી શકતો નથી, સુધારી કે બગાડી શકતો નથી અને તમે આણે મારું કે બીજાનું બગાડ્યું એમ કેમ માન્યું ? જે કોઈ બગાડે છે એ પોતાનું બગાડે છે અને સુધારે તો પણ પોતાનું સુધારે છે. બીજાનું કોઈ બગાડી કે સુધારી શકતું નથી. આ દૃષ્ટિ નહીં હોવાના કારણે મતમતાંતરો, ખંડનમંડન, એકબીજા પ્રત્યેના દ્વેષભાવો, કષાયભાવો ઉત્પન્ન થાય છે અને પોતાની તપની, ત્યાગની, શાસ્ત્રજ્ઞાનની બધી સાધના ધોઈ નાંખે છે. ઉપયોગને સ્વરૂપમાં ઠારો, તો તમે ઠરશો. સંઘર્ષમાં રહેશો, અનાદર કરશો, રાગ-દ્વેષ કરશો, વિરોધ કરશો તો તમારું મન અશાંત રહેશે. આકુળવ્યાકુળ રહેશે. કોઈ સિદ્ધાંતની વિરુદ્ધ છે તો ખસી જાવ, પણ વિરોધ કરશો તો કેટલો કરશો ? કેટલાય દર્શન છે વિશ્વમાં, બધા કેટલાનો વિરોધ કરશો ? એના કરતાં સ્યાદ્વાદ દૃષ્ટિને આગળ રાખી, અપેક્ષાથી સ્વીકારતા શીખો. તો કોઈ દર્શનથી તમને નુક્સાન નહીં થાય. કોઈ વ્યક્તિથી તમને નુક્સાન નહીં થાય. કોઈ બનાવથી તમને નુક્સાન નહીં થાય, જો સ્યાદ્વાદનો સમ્યક્ પ્રકારે ઉપયોગ કરશો તો. તો, Everything is O.K. બધું બરાબર છે, અપેક્ષાથી સાચું છે. આ છયે દર્શનને જૈનદર્શને કેમ સ્વીકાર્યા ? અને છયે દર્શનવાળાએ બાકીના દર્શનોને કેમ ના