________________
૩૨૨
ક્ષમાપના
પાંચ ઈન્દ્રિયના વિષયો અને જગતના કાર્યોમાં આત્મા ફસાઈ જાય છે એટલે એને પ્રપંચ કહ્યો છે. માટે, સંસારના પદાર્થો ને સુખમાંથી જ્યારે તમારી પ્રીતિ ઊઠે ત્યારે પરમાર્થમાં એ પ્રીતિ લાગે.
પ્રીતિ અનંતી પર થકી, જે તોડે હો તે જોડે હો; પરમ પુરુષથી રાગતા, એકત્વતા હો દાખી ગુણગેહ. ઋષભ.
– શ્રી દેવચંદ્રજી કૃત ઋષભજિન સ્તવન સંસાર અત્યંત દુઃખરૂપ લાગે ત્યારે જીવ ત્યાંથી ખસે એવું છે. થોડું ઘણું દુઃખ લાગે તો જીવ પચાવી જાય કે હોય, એ તો સંસાર છે, અહીં તો આમ જ થાય. એટલે સો ગ્રામ ઝેર સુધી તો એને વાંધો ન આવે ! પણ વધારે ખાય તો થોડી તકલીફ થાય ! આ બધા સંસારના સુભટો છે. ભગવાન તો સંસારથી ડરીને નાસી ગયા અને આ સુભટ હજી ટકી રહ્યો છે, ભાગતો નથી! અને ભાગીને જાય તો બીજી જગ્યાએ પણ પાછો નવો સંસાર ઊભો કરશે ! કોઈ ધર્મસ્થાને ગયો તો ત્યાં પાછો બીજા પ્રકારનો નવો સંસાર ઊભો કરશે. અસંગતા વિના સુખ, શાંતિ અને સાધના નથી. આત્મા અસંગ છે અને ઉપયોગ પણ અસંગ થાય તો સાધના થાય; કેમ કે, સર્વસંગ મહાગ્નવરૂપ છે.” “સંસારથી પ્રીતિ ઉઠે ત્યારે પરમાર્થમાં જોડાય.’ નહીં તો ઠીક છે, કલાક, બે કલાક ધર્મની કોઈ ક્રિયા કરી લે, પણ પરમાર્થમાર્ગમાં સાચો ઉપયોગ લાગે નહીં. વૈરાગ્ય એ જ અનંત સુખમાં લઈ જનાર ઉત્કૃષ્ટ ભોમિયો છે.
–શ્રી મોક્ષમાળા - શિક્ષાપાઠ – પર દુઃખગર્ભિત કે મોહગર્ભિત વૈરાગ્ય નહીં, પણ જ્ઞાનગર્ભિત વૈરાગ્ય હોય તો, નહીં તો નહીં. અનંતકાળથી આ સંસાર છે. “અનંતકાળથી આથડ્યો. ક્યારથી આપણે સંસારના દુઃખો ભોગવીએ છીએ? અનાદિકાળથી. જાગો તો અંત આવે એવો છે, પણ આદિ નથી. આપણી સાથેના અનંતા જીવો મોક્ષે જતા રહ્યા અને આપણે રહી ગયા. એમ અત્યારે જે થોડા જીવો આપણી સાથે છે એમાંથી કંઈક જતાં રહેશે ને આપણે રહી જવાના. હજી અનંતકાળનો સંસાર છે. એટલે આને મૂળથી કાપ્યા વગર નાશ થાય એવો નથી. અનંતવાર સાધુ થયો તોય આ સંસાર એનો છૂટ્યો નહોતો, ત્યાં બીજો નવો સંસાર ઊભો કર્યો. મહાવીર ભગવાને જમાલીને કહ્યું કે સંસાર શાશ્વત છે અને અશાશ્વત પણ છે. જે અજ્ઞાન કાઢે એના માટે અશાશ્વત છે. અનાદિકાળથી ચાલે છે એટલે શાશ્વત છે અને એનો અંત આવી શકે છે એટલે અશાશ્વત છે. આવો ને આવો સદા રહેવાનો છે.