________________
ક્ષમાપના
૩૭૫
જોઈએ અને એના માટે એને અનુરૂપ પુરુષાર્થ જોઈએ. સ્વાધ્યાય-હૉલમાં તો બોલીએ પણ પાછા બહાર જઈએ છીએ એટલે જેમ ટાયરમાં પંક્સર પડે અને હવા નીકળી જાય એવી રીતે આપણી હવા નીકળી જાય છે !
હે જીવ! આ ક્લેશરૂપ સંસાર થકી, વિરામ પામ, વિરામ પામ; કાંઈક વિચાર, પ્રમાદ છોડી જાગૃત થા ! જાગૃત થા!! નહીં તો રત્નચિંતામણિ જેવો આ મનુષ્યદેહ નિષ્ફળ જશે. હે જીવ! હવે તારે સત્વરુષની આજ્ઞા નિશ્ચય ઉપાસવા યોગ્ય છે.
– શ્રીમદ્ રાજચંદ્ર - પત્રાંક - ૫૦૫ આત્માનું વિસ્મરણ કરી નાંખે છે એ મોટો પ્રમાદ છે. આત્માનું હિત ચૂકી જવું એ મોટો પ્રમાદ છે. કષાયભાવ કરવા એ પ્રમાદ છે, વિષયોના ભાવ કરવા એ પણ પ્રમાદ છે. કોઈ જગતના પદાર્થોમાં સ્નેહ કરવો એ પણ પ્રમાદ છે. નિદ્રા અને આળસમાં રહેવું એ પણ પ્રમાદ છે. પ્રમાદના ઘણા ભેદો છે. આત્માનું સાચું હિત ચૂકી જવું એ બધો પ્રમાદ છે. પરમકૃપાળુદેવે કહ્યું છે કે,
પ્રમાદ પરમ રિપુ છે. આ જીવનો કોઈ મોટામાં મોટો દુશ્મન હોય તો તે પોતાનો પ્રમાદ છે. પ્રમાદ એટલે આત્માનું હિત ચૂકી જવું અને બીજા કાર્યમાં સમય વેડફી નાંખવો. આત્માનું હિત માત્ર રત્નત્રયના અભેદ પરિણામથી છે. એટલે રત્નત્રયના અભેદ પરિણામ ચૂકી જવા એ બધોય પ્રમાદ છે. પ્રમાદ એ જ હિંસા, કેમ કે તે ભાવહિંસા છે. વિભાવભાવ એ ભાવહિંસા છે, આત્માનું વિસ્મરણ છે. સાંભળવા મળે છે તે પુણ્ય છે, અને તે પ્રમાણે કરો તો તેનું મહાફળ છે. તમે ના વર્ગો તોય આનંદઘનકું ક્યા? અને વર્તે તોય આનંદઘનકું ક્યા? વકીલો અસીલોને છોડાવવા માટે દલીલો કરે, પણ પૈસા પહેલા લઈ લે. પછી એને સજા થાય તો ય વકીલને શું? અને છૂટે તોય વકીલને શું?
વાર અનંતા ચૂક્યો ચેતન, ઈણ અવસર મત ચૂક; માર નિશાના મોહ રાય કી છાતી મેં મત ઉક.
–ચિદાનંદજી કૃત પુદ્ગલગીતા મનુષ્યભવ પામીને અનંતવાર તું ચૂકી ગયો છું. આત્માનું હિત જો ચૂક્યા ન હોત તો આપણે અહીં હોત જ નહીં. મોક્ષે, સિદ્ધલોકમાં હોત.