________________
ક્ષમાપના
૩૧૯
બીજાય તમારું શું કરી શકે? તમને સુખ આપે? દુઃખ આપે? શાતા આપે ? અશાતા આપે? કોઈ કાંઈ કરી શકે નહીં પ્રભુ! પુણ્ય - પાપ એ આપવા લેવાની ચીજ છે છે જ નહીં. પુણ્ય પાપના ઉદય અનુસાર જે કાંઈ બનાવ બને છે એમાં બધા નિમિત્તો થાય છે અને આપણે માનીએ છીએ કે આણે મને સુખ આપ્યું, આણે મને દુઃખ આપ્યું કે આણે મને આમ કર્યું. આ મિથ્યા અધ્યવસાન એ જ અનંત સંસારનું બીજ છે.
ક્રોધ, માન, માયા, લોભ, રાગ, દ્વેષ, હિંસા, જૂઠ, ચોરી, કુશીલ, પરિગ્રહની મૂછ આ બધાય વિભાવ છે અને વિભાવમાં પણ અશુભ વિભાવ છે. ચારેય કષાયો અશુભ ભાવમય વિભાવ છે, એટલે તેનું ફળ વર્તમાનમાં પણ દુઃખ અને ભાવિમાં પણ દુઃખ. જીવ ક્રમે કરીને નિગોદમાં ઉતરી જાય પછી અનંતકાળ સુધી એ એકેન્દ્રિયમાંથી બેઈન્દ્રિયમાં આવવું અઘરું પડી જશે. અત્યારે કોઈનું બહુ સાંભળતો નથી અને કહે છે, “જે કહે એને કહેવા દઈએ, પણ આપણે ક્રોધાદિ ભાવમાં રહીએ!” આપણે કહીએ કે રહેવા દે ભાઈ! તારે ભોગવવું પડશે. તો કહે કે પડશે એવી દેવાશે, તમે શું કરવા ચિંતા કરો છો ! મને મારી ચિંતા નથી, તો તમે મારી ચિંતા શું કામ કરો છો? અલ્યા! તારી ચિંતા નથી કરતા પણ અમને અનુકંપા આવે છે, અમારી યોગ્યતાના કારણે, તારું તો તારા પરિણામથી જે થવાનું છે તે થવાનું છે. અમને શું વાંધો છે? તો ક્રોધાદિ દરેક ભાવ વિભાવ છે, શુભ ભાવ પણ વિભાવ છે અને અશુભ ભાવ પણ વિભાવ છે. સંકલ્પ-વિકલ્પ માત્ર વિભાવ છે. હું આત્મા છું' એમ બોલવું એ પણ વિભાવ છે. સ્વભાવમાં તો કાંઈ બોલવાનું હોતું નથી, માત્ર સ્વસંવેદન હોય છે. સ્વભાવભાવમાં તો નિર્વિકલ્પપણે સ્વસંવેદન હોય છે.
પવિત્રતા :- પવિત્રતા એટલે આત્માની શુદ્ધતા. “મોક્ષ કહ્યો નિજ શુદ્ધતા.'આત્માના શુદ્ધ પરિણામ થાય તેનું નામ મોક્ષ છે. પવિત્રતા એ આત્માની શુદ્ધ અવસ્થા છે, શુદ્ધોપયોગમય અવસ્થા છે. જેટલા અંશે શુદ્ધતા છે તેટલા અંશે પવિત્રતા છે. સર્વથી પવિત્રમાં પવિત્ર વસ્તુ આત્મા છે. તમે સારામાં સારા સાબુથી હાવ તો તમારું શરીર પવિત્ર ખરું કે નહીં? ના, શરીર તો અપવિત્ર જ છે. સાબુને અપવિત્ર કરી નાંખ્યો, પાણીને પણ અપવિત્ર કરી નાંખ્યું, બાથરૂમને અપવિત્ર કરી નાંખ્યું, ગટરને પણ અપવિત્ર કરી નાંખી અને ચાર ડોલ પાણીથી ન્હાયા તો એવા ભાવ દ્વારા આત્માને પણ અપવિત્ર કરી નાંખ્યો. તમે કહો કે હું તો ઉનાળામાં સાંજના પણ ચારડોલ પાણીથી ન્યાઉં છુંઅમારે ફૂલ પાણી આવે છે. પાણીના એક ટીપાંમાં અસંખ્યાત જીવો છે પ્રભુ! ચાર ડોલથી ન્હાયો તો કેટલી હિંસા કરી? સાધુઓને તો એટલે જ સ્નાન