________________
શું સાધન બાકી રહ્યું ?
૨૧૩ આ ઘડિયાળ છે એ અહીં પડી છે પણ મને વિસ્મરણ થઈ ગયું કે આ પાટ પર ઘડિયાળ પડી છે. હવે બીજી બધી ગુફાઓમાં ફરી વળું આ ઘડિયાળ શોધવા, તો મને મળે ? કેમ ના મળે? કેમ કે, એ ત્યાં નથી. જ્યાં છે ત્યાં શોધીએ તો મળે. ત્યાં શોધવું પણ નથી પડતું, નજર જાય તો મળી જાય. એમ સુખ આત્મામાં છે, બહાર શોધવાથી મળતું નથી. જેમ જેમ બહાર શોધવા જાય છે તેમ તેમ સુખ વધારે દૂર જતું જાય છે.
સુખ પ્રાપ્ત કરતાં સુખ ટળે છે લેશ એ લક્ષે લો; ક્ષણ ક્ષણ ભયંકર ભાવમરણે, કાં અહો રાચી રહો ?
– શ્રી મોક્ષમાળા - શિક્ષાપાઠ - ૬૭ - ગાથા - ૧ આ પાંચ ઈન્દ્રિયના વિષયો જેમ જેમ જીવ અજ્ઞાન અવસ્થામાં ભોગવતો જાય છે તેમ તેમ સાચું સુખ એનું ટળતું જાય છે, દૂર થતું જાય છે. વિષયાસક્ત જીવને આત્માના અતીન્દ્રિય આનંદની અનુભૂતિ થઈ શકતી નથી. કષાયાસક્ત જીવો છે એને પણ આત્માની અનુભૂતિ થઈ શકતી નથી. જેની અંદર તીવ્રપણે અનંતાનુબંધી યુક્ત ક્રોધ, માન, માયા, લોભ રહેલા છે; રાગ-દ્વેષ રહેલા છે એ જીવ પણ આત્માની શાંતિને પ્રાપ્ત કરી શકતો નથી, આત્માના સુખને પ્રાપ્ત કરી શકતો નથી. હવે આટલું દૂર નથી છતાં, અનાદિકાળથી એ સુખને આપણે પ્રાપ્ત કરી શક્યા નથી. કેમ કે, આપણે બહાર શોધીએ છીએ. જયાં છે ત્યાં આપણી દૃષ્ટિ જતી નથી.
એ દૃષ્ટિ સર કરાવે છે. સુખની દૃષ્ટિ સર કરાવે છે કે ભાઈ ! ક્યાં ફાંફાં મારે છે? પુસ્તકમાં ક્યાં સુખ છે? મંદિરમાં પણ ક્યાં સુખ છે? અને મૂર્તિમાં પણ ક્યાં સુખ છે? દુનિયાના કોઈ છેડામાં ક્યાં સુખ છે? ૧૪ રાજલોકના તમામ પદાર્થો મળી જાય તો પણ એમાં ક્યાં સુખ છે? સુખ માત્ર તારા આત્મામાં જ છે અને તારા આત્મામાં તારો મૂળ ઉપયોગ સ્થિર થાય તો ત્યાંથી તને મળશે, બહારથી મળવાનું નથી. સુખી થવા માટે જે દોડાદોડ કરતા હતા કે અહીંથી અમેરિકા અને અમેરિકાવાળા હિમાલયની ગુફામાં ને હિમાલયની ગુફાવાળા વળી જર્મનીમાં, તે દોડ મટી ગઈ. ચારે બાજુ સુખ માટે લોકો દોડે છે અને ઉપરથી દુઃખ વધે છે, અશાંતિ વધે છે. અયથાર્થ પ્રયત્ન દુઃખનું કારણ છે, સુખનું કારણ નથી. યથાર્થ પ્રયત્ન થાય તો સુખ મળે. અનંત જ્ઞાનીઓનો એક જ અભિપ્રાય છે કે સુખ આત્મામાં છે. આત્મા સિવાય બહારમાં સુખ નથી અને એક અજ્ઞાનીના અનંત અભિપ્રાય છે કે સુખ બધે બહારમાં છે, આત્મામાં નથી. અજ્ઞાની અને જ્ઞાની વચ્ચે પૂર્વ પશ્ચિમ જેટલો તફાવત છે. હવે આટલું નક્કી કરો કે આત્મા સિવાય ક્યાંય સુખ નથી. માટે, બીજા પદાર્થોની પાછળ સુખ કે શાંતિ માટે દોડવું નહીં. તો તમારી બધી દોડ