________________
૩૭૪
ક્ષમાપના
સંત ચરણ આશ્રય વિના, સાધન કર્યા અનેક; પાર ન તેથી પામિયો, ઊગ્યો ન અંશ વિવેક.
– શ્રીમદ્ રાજચંદ્ર - પત્રાંક - ર૬૪ - ગાથા - ૧૫, ૧૬ હવે આ ભવ નિષ્ફળ જવા દેવો નથી એવો દઢ નિર્ણય કરવાનો છે. તો મનુષ્યભવની સફળતા પ્રાપ્ત કરી શકાય. મનુષ્યભવની સફળતા સમ્યગ્રદર્શન, સમ્યકજ્ઞાન, સમ્યક્રચારિત્રની આરાધનામાં છે. એક પદમાં આપણે બોલીએ છીએ કે,
સફળ થયો ભવ મારો તો કૃપાળુદેવ,
પામી શરણ તમારું હો કૃપાળુદેવ સફળ. કલિકાલે આ જંબુ ભરતે, દેહ ધર્યો નિજારહિત શરતે,
ટાળ્યું ઘોર અંધારું હો કૃપાળુદેવ. સફળ. ધર્મઢોંગને દૂર હટાવી, આતમધર્મની જ્યોત જગાવી,
કર્યું ચેતન જડ ન્યારું હો કૃપાળુદેવ. સફળ. સમ્યક્દર્શન, જ્ઞાન, રમણતા, ત્રિવિધ કર્મની ટાળી મમતા,
સહજાનંદ કહ્યું પ્યારું હો કૃપાળુદેવ, સફળ. તો, સમ્યગદર્શન, જ્ઞાન, રમણતાથી મનુષ્યભવ સફળ થાય છે, બાકી પુણ્યના ઉદયમાં ગમે તેટલાં સુખ અને પદાર્થો મળે પણ તેનાથી મનુષ્યભવનું સફળપણું નથી.
વધવાપણું સંસારનું નરદેહને હારી જવો, એનો વિચાર નહીં અહોહો ! એક પળ તમને હવો !!!
– શ્રી મોક્ષમાળા - શિક્ષાપાઠ - ૬૭ સંસારના સુખ અને પદાર્થ વધે છે, પણ નરભવ તમે હારી જાવ છો પ્રભુ ! ભલે દુનિયાના જીવો તમારું બહુમાન કરશે, તમારી કીર્તિ ગાશે, તમને સર્ટિફિકેટ આપશે, તમારી પૂજા કરશે, તમને બધે આગળ રાખીને વર્તશે, પણ તમારા આત્માનું હિત તો સમ્યગદર્શન, જ્ઞાન, ચારિત્રની રમણતામાં છે, આના સિવાય આત્માનું હિત થાય નહીં અને આત્માનું હિત કરું છું, એવા ભ્રમમાં જીવ રહે છે. એ અજ્ઞાન અને મિથ્યાત્વ છે અને એ માન્યતા પણ મોટા દુઃખનું કારણ છે. હિત નથી થતું અને હિત માન્યું એ પણ મોટું અજ્ઞાન છે અને એ અજ્ઞાનનું ફળ તો સંસાર અને દુઃખ છે. આ ભવ નિષ્ફળ નથી જવા દેવો એવો અંતરમાં દઢ નિર્ણય