________________
છ પદનો પત્ર
નિશ્ચયથી પોતાના આત્માનું શરણ બતાવ્યું છે.
૪૧૧
બધાય વ્યવહાર શરણામાં અનન્ય શરણના આપનાર તો સદ્ગુરુદેવ છે. ભલે તીર્થંકર ભગવાન એ વિશિષ્ટ કક્ષાના કેવળજ્ઞાની અથવા સિદ્ધ પદે પહોંચેલા પુરુષ છે, છતાં પણ ઉપકારની અપેક્ષાએ તો શાસ્ત્ર અને દેવ પણ સદ્ગુરુ પછી છે. જો કે, દશાની અપેક્ષાએ તીર્થંકર પરમાત્મા ઊંચા છે, પણ ઉપકારની અપેક્ષાએ સદ્ગુરુદેવ આગળ છે. વર્તમાનમાં તમારે સમ્યગ્દર્શન પ્રાપ્ત કરવું હોય અને તીર્થંકરદેવનો કે કેવળજ્ઞાનીનો યોગ નથી, તો જે આત્મજ્ઞાની નિગ્રંથ પુરુષો હશે તે તમને સમ્યગ્દર્શનમાં નિમિત્તભૂત થશે અને સમ્યગ્દર્શનમાં જે નિમિત્તભૂત થાય તેના જેવો જગતમાં સર્વોત્કૃષ્ટ કોઈ ઉપકારી નથી. માટે અહીં શરૂઆતમાં અનન્ય શરણના આપનાર એવા શ્રી સદ્ગુરુદેવને અત્યંત ભક્તિથી નમસ્કાર કર્યા છે. ભક્તિથી નમસ્કાર નહીં, પણ અત્યંત ભક્તિથી નમસ્કાર. જુઓ ! એક એક શબ્દ ઉપર એમનો કેટલો ભાર છે ! જે સદ્ગુરુના શરણે જાય છે તેને અવશ્ય સમ્યક્દર્શનની પ્રાપ્તિ થયા વગર રહેતી નથી. સદ્ગુરુનું શરણું ક્યારે કહેવાય ?
તનસે, મનસે, ધનસે, સબસે, ગુરુદેવકી આન સ્વ-આત્મ બસે; તબ કારજ સિદ્ધ બને અપનો, રસ અમૃત પાહિ પ્રેમ ઘનો.
સર્વ પ્રકા૨ની સમર્પણતાપૂર્વક આજ્ઞાનું આરાધન, તેનું નામ સાચું શરણ છે. એવું શરણ આ કાળમાં વિરલા જીવને પ્રાપ્ત થાય છે, કેમ કે વર્તમાનકાળમાં જીવોની યોગ્યતા જ એવી છે. પરમકૃપાળુદેવે પત્રાંક - ૪૫૪ માં બહુ સરસ કહ્યું છે,
જ્ઞાનીપુરુષ સિવાય તેનો આત્મા બીજે ક્યાંય ક્ષણભર સ્થાયી થવાને વિષે ઇચ્છે નહીં. એ આદિ વચનો તે પૂર્વે જ્ઞાનીપુરુષો માર્ગાનુસારી પુરુષને બોધતા હતા.
જે જાણીને, સાંભળીને તે સરળ જીવો આત્માને વિષે અવધારતા હતા.
પ્રાણત્યાગ જેવા પ્રસંગને વિષે પણ તે વચનોને અપ્રધાન ન કરવા યોગ્ય જાણતા હતા, વર્તતા હતા.
જ્ઞાનીનું ખરું માહાત્મ્ય માર્ગાનુસારી પુરુષોને આવે છે. આ જગતમાં ઉપકારની અપેક્ષાએ સર્વોત્કૃષ્ટ, અનન્ય શરણ કોઈ આપનારું હોય તો તે સદ્ગુરુદેવ છે કે જેમણે આપણને આપણા આત્માનું ભાન કરાવ્યું, કર્મબંધ થવાના કારણોનું ભાન કરાવ્યું, કરેલા કર્મોને કેમ નિર્જરાવવા એનું ભાન કરાવ્યું, મોક્ષ તત્ત્વનું ભાન કરાવ્યું. જેમણે છ પદ દ્વારા અને નવ તત્ત્વો દ્વારા સમસ્ત