________________
ક્ષમાપના
૨૭૭
તે પ્રાપ્ત કરવા વચન કોનું સત્ય કેવળ માનવું ? નિર્દોષ નરનું કથન માનો ‘તેહ' જેણે અનુભવ્યું; રે ! આત્મ તારો ! આત્મતારો ! શીધ્ર એને ઓળખો, સર્વાત્મમાં સમદષ્ટિ ઘો આ વચનને હદયે લખો.
– શ્રી મોક્ષમાળા - શિક્ષાપાઠ - ૬૭ મારો સુશાશ્વત એક દર્શનજ્ઞાનલક્ષણ જીવ છે; બાકી બધા સંયોગલક્ષણ ભાવ મુજથી બાહ્ય છે.
– શ્રી નિયમસાર - ગાથા - ૧૦૨ એ વિચારે તો ભૂલ સમજાય. “કર વિચાર તો પામ.” ઔષધ વિચાર ધ્યાન.” પણ પેલા પટેલની જેમ વિચાર નહીં કરવાના. ભેંસના શીંગડામાં પગ નાખ્યો, એવા વિચાર નહીં હોં! સાચા વિચાર કરવાના. વિચારે તો ભૂલ સમજાય અને ખરેખરી રીતે સમજાય ત્યારે પશ્ચાત્તાપ કરે. આ એનું ફળ. સાચો વિચાર કરે તો તેને પશ્ચાત્તાપ થયા વગર રહે નહીં અને પશ્ચાત્તાપ થાય તો ઊંધી લાઈન મૂક્યા વગર રહે નહીં અને સાચી લાઈનમાં આવ્યા વગર પણ રહે નહીં.
મેં તમારા અમૂલ્ય વચનને લક્ષમાં લીધાં નહીં. | મનુષ્યદેહ દુર્લભ છે, તેની એક ઘડી પણ અમૂલ્ય છે. તેમાં કોઈ પુરુષનો ઉપદેશ મળવો અત્યંત દુર્લભ છે. આત્માને કેમ ભૂલી ગયો જીવ? જ્ઞાનીઓનાં અમૂલ્ય વચનને લક્ષમાં ન લીધા માટે. આ બીજી ભૂલ. પહેલી ભૂલ તો પોતે પોતાને ભૂલી ગયો, બીજી ભૂલ જે ભૂલ સુધરે એવી હતી એવા જ્ઞાનીનો આશ્રય ર્યો, જ્ઞાનીનો સંગ કર્યો, જ્ઞાનનો બોધ સાંભળ્યો છતાં એ વાતને લક્ષમાં ન લીધી. સાંભળ્યું ખરું, એમની સેવા પણ કરી, બધી રીતે એમને અનુકૂળ વત્યું, પણ તેમનો બોધ લક્ષમાં ન લીધો. આપણે અનંતકાળમાં જ્ઞાનીની કોઈ વાત લક્ષમાં લીધી નથી. લક્ષમાં લેવું એટલે પોતાની ભૂમિકા અનુસાર જ્ઞાનીના બોધનું આચરણ કરવું. તમે ઘેરથી નીકળો તો ઘરવાળા તમને ચાર-પાંચ લિસ્ટ આપે તેમાં ત્રણ વસ્તુ અગત્યની કહે કે આટલી વસ્તુ તો તમારે ખાસ લાવવાની, બીજી કદાચ કાલે આવશે તો ચાલશે. હવે તમે લક્ષમાં ના લો તો શું થાય ? સાંભળે છે ઘણાં, વાંચે છે ય ઘણાં, લખે છે ય ઘણાં, બોલે છે ય ઘણાં, પણ લક્ષમાં લેનારા કોઈક વીરલા જીવો હોય છે. ત્રણે કાળમાં, જ્ઞાનીનો બોધ અને એમની આજ્ઞા લક્ષમાં લીધી હોય તો આત્માનું હિત ન થાય એમ ત્રણ કાળમાં બને નહીં. કહ્યું