________________
દુર્લભ એવો મનુષ્યદેહ
૬૬૩
મરણનો તમને ખ્યાલેય શું છે કે રત્નત્રયધારી મુનિ કેવા હોય ? એમને પંડિત મરણ હોય. કોઈ શ્રાવકને પંડિત મરણ ન હોય. શ્રાવક હોય તો બાલ પંડિત મરણ હોય. જેને મરવાનો જ ખ્યાલ નથી કે કેવી રીતે મરવું એને જીવવું કેવી રીતે એનો શું ખ્યાલ હોય ? ખ્યાલ આવે છે ? આશ્રયપૂર્વક દેહ છૂટે એ જ જન્મ સાર્થક છે, કે જે આશ્રયને પામીને જીવ તે ભવે અથવા ભાવિ એવા થોડા કાળે પણ સ્વસ્વરૂપમાં સ્થિતિ કરે.
આ આશ્રયનું ફળ છે. આશ્રયવાન જીવ કાં તો એ જ ભવે સ્વસ્વરૂપમાં સ્થિત થઈને મોક્ષે જાય અથવા પાંચ-સાત ભવમાં તો મોક્ષે જતો જ રહે. આઠ ભવ તો બહુ થઈ ગયા, વમી ન જાય તો. સ્વરૂપમાં અખંડપણે સ્થિતિ કરે એનું નામ કેવળજ્ઞાન, વારંવાર કરે એનું નામ મુનિ અને ક્વચિત્ ક્વચિત્ કરે એનું શ્રાવક. ગમે તેટલો સંયમ પાળે, ત્યાગ કરે, સાધના કરે, શાસ્ત્રજ્ઞાન પ્રાપ્ત કરે પણ કાર્ય તો સ્વસ્વરૂપમાં સ્થિતિ થાય ત્યારે જ થવાનું.
સંયમના હેતુથી યોગપ્રવર્ત્તના, સ્વરૂપલક્ષે જિનઆજ્ઞા આધીન જો;
તે પણ ક્ષણ ક્ષણ ઘટતી જાતી સ્થિતિમાં, અંતે થાયે નિજસ્વરૂપમાં લીન જો. અપૂર્વ. ૫
— શ્રીમદ્ રાજચંદ્ર - પત્રાંક - ૭૩૮ - ‘અપૂર્વ અવસર’
આશ્રયનું ફળ સમાધિમરણ છે. તે ભવે અથવા ભાવિ એવા થોડા કાળે પણ જીવ સ્વસ્વરૂપમાં સ્થિતિ કરે છે. બધી સાધના સ્વસ્વરૂપમાં સ્થિતિ કરવા માટે છે. સર્વ પ્રકારની સાધના સ્વસ્વરૂપસ્થ થવા માટે છે, આત્માના લક્ષપૂર્વક જીવ જો સાધના કરતો હશે તો તે અવશ્ય સ્વસ્વરૂપમાં સ્થિતિ કરી લેવાનો. આત્મજ્ઞાન જ એનું લક્ષ – ધ્યેય હશે, અને એ જ પ્રમાણે તેની જાગૃતિ હશે તો કોઈપણ બાહ્ય સાધનામાં અટકશે નહીં.
આયુષ્યકર્મ સમાપ્ત થાય એટલે દરેકનો દેહ છૂટી જાય છે. તેનો વિયોગ થવાનો નિશ્ચય છે. માટે વ્યવહારથી જ્ઞાનીપુરુષનો આશ્રય અને નિશ્ચયથી પોતાના સ્વરૂપનો આશ્રય કરવો. એ આશ્ચયપૂર્વક દેહ છૂટે એ જ જન્મ સાર્થક છે. તેનો મનુષ્યભવ સફળ છે. આત્માના કે આત્મજ્ઞાની નિગ્રંથગુરુના આશ્રય વગર દેહ છૂટે અને કદાચ શુભ મરણ થાય, ગતિ સારી થાય પણ જન્મ-મરણના ફેરા ટળે નહીં. તેના મનુષ્યજન્મની સાર્થકતા કહેવાય નહીં. માટે વ્યવહારથી દેવ-ગુરુ-ધર્મનો અને નિશ્ચયથી પોતાના આત્માનો આશ્રય જરૂરી છે. મરણ વખતે આ જ