________________
૪૯૪
છ પદનો પત્ર
કરતા સ્વભાવ બાજુ વળવાનો પુરુષાર્થ કરશે. એટલે એ વખતે એના જે વિકલ્પો છે એ મટી અને એ નિર્વિકલ્પ સ્થિતિમાં અથવા મંદ કષાયરૂપે પરિણમશે અને જો નિમિત્ત બાજુ કે ઉદય બાજુ વળ્યો તો એ બીજા તરફ વળી અને કપાયરૂપે પરિણમીને તીવ્ર કષાયમાં જતો રહેશે. આ નિમિત્ત-નૈમિત્તિક સંબંધ કે કર્તા-કર્મ સંબંધ સમજવાનો ફાયદો એટલો છે કે આપણને જે કાંઈ ઉદયને અનુરૂપ બહારમાં બનાવો કે ક્રિયાઓ થાય છે એ આપણે બીજા ઉપર ઢોળી નાંખીએ છીએ, એ હવે પોતાનો વાંક જોતો થઈ અને પોતાના સ્વભાવ બાજુ વળવાનો પ્રયત્ન કરે છે. કેમ કે, એ જુએ છે કે આ ક્રિયાનો હું કર્તા નથી, હું તો જ્ઞાતા છું.
ક્રોધાદિરૂપે પરિણમ્યો છે એનું કારણ શું છે? હું મારા જ્ઞાનભાવમાં ટકી ના શક્યો એ છે, નહીં કે પેલા નિમિત્તનું કારણ છે. એટલે આખું બળ પોતાના ઉપયોગ તરફ એ વાળે છે. મારી ઉપયોગની નિર્બળતાના કારણે હું નિમિત્તાધીન કે ઉદયાધીન બની અને કષાય કે વિકારરૂપે પરિણમ્યો છું, પણ પેલા દ્રવ્યએ મને વિકારરૂપે કે કષાયરૂપે પરિણમાવ્યો નથી. બહુ સૂક્ષ્મ વાત છે આ તત્ત્વની. આ તો ન્યાલ થઈ જવાય એવું છે. જેમ કરોડમાંથી એકને લોટરી લાગે અને ન્યાલ થઈ જાય એમ. આ લોટરી કરોડમાંથી કોક ને જ લાગે છે. આ તો પોતાના અંતરંગ પુરષાર્થનું કાર્ય છે. આ કાર્ય કંઈ બીજા દ્રવ્ય દ્વારા કરી દેવાય એવું નથી. જો જીવ સાચું સમજે અને સાચા પુરુષાર્થમાં વર્તે તો કાયમ એની અંતરંગ શાંતિનો ભંગ થઈ શકતો નથી, નહીં તો એની અંતરંગ શાંતિનો ભંગ થયા કરે છે. એ વાત અહીં કહે છે કે જીવનું મુખ્ય પરિણમવું એ જ્ઞાનસ્વરૂપ છે અને જડનું મુખ્ય પરિણમવું એ જડત્વ સ્વરૂપ છે. જીવનું જે ચેતન પરિણામ એટલે જ્ઞાન પરિણામ-દર્શન પરિણામ એ કોઈ દિવસ અચેતન થઈ પરિણમે નહીં. એટલે કોઈ દિવસે ક્રોધરૂપે કે માનરૂપે કે માયારૂપે કે લોભરૂપે કે બીજારૂપે પરિણમે નહીં. અચેતનરૂપે પરિણમી જાય એટલે કે દેહરૂપે પરિણમી જાય કે બીજા કોઈ અન્ય અચેતનરૂપે પરિણમી જાય એમ બની શકતું નથી. જીવનું જે ચેતન પરિણામ તે કોઈ પ્રકારે જડ થઈ પરિણમે નહીં અને જડનું જડત્વ પરિણામ તે કોઈ દિવસ ચેતન પરિણામે પરિણમે નહીં. ઘડો જાણવાનું કામ કરે નહીં, એમ અચેતનની કોઈપણ ક્રિયા એવી નહીં હોય કે એનામાં ચેતન પરિણામ જેવું કામ થવાનું. જડનું જડત્વ પરિણામ રહેવાનું અને ચેતનનું ચેતનત્વ જ પરિણામ રહેવાનું.
જડ કોઈ દિવસ ચેતનરૂપે પરિણમે નહીં અને ચેતન કોઈ દિવસ જડત્વ પરિણામે પરિણમે નહીં, એવી વસ્તુની મર્યાદા છે. મન-વચન-કાયાની ક્રિયા હું કરું છું એ માનવું એ અજ્ઞાન છે. તો આ ત્રણની ક્રિયા મારા દ્વારા થઈ અને એનું કર્તાપણાનું જો અહંપણું આવ્યું તો એનું નામ