________________
૪૪૫
છ પદનો પત્ર
પ્રથમ પોતાનું વિદ્યમાનપણું ઘટે છે, અને કોઈપણ પદાર્થનું ગ્રહણ, ત્યાગાદિ કે ઉદાસીન જ્ઞાન થવામાં પોતે જ કારણ છે. ગ્રહણ કરવાનો વિકલ્પ આવ્યો, ત્યાગ કરવાનો વિકલ્પ આવ્યો કે ઉદાસીનતાનું જ્ઞાન થયું, પણ પોતે હોય તો જ થાય ને! ગ્રહણનો વિકલ્પ પણ કોણ કરે છે? ત્યાગનો વિકલ્પ પણ કોણ કરે છે? અને જ્ઞાતા-દૃષ્ટાપણે પણ કોણ રહે છે? હવે આથી બીજું કયું એંધાણ એટલે કે નિશાની આપે? ચૈતન્યમય - એ એંધાણ સદાય. સર્વ અવસ્થામાં ન્યારો. બાળ અવસ્થામાં, યુવા અવસ્થામાં કે વૃદ્ધાવસ્થામાં દરેક અવસ્થામાં તમે જ છો. એ અવસ્થાઓ ત્રણે પલટાણી, પણ આત્મા? આત્મા એનો એ જ રહ્યો. તેવી રીતે મનુષ્યપણું મટીને દેવપણું થાય, દેવપણું મટીને તિર્યચપણું થાય, તિર્યચપણું મટીને નારકીપણું થાય, એ અવસ્થાઓ બધી પલટાય, પણ ચૈતન્યસત્તા તો એ જ છે. જે જીવ મનુષ્ય અવસ્થામાં હતો એ જ જીવ અહીંથી દેહત્યાગ કરીને દેવ અવસ્થામાં ગયો.
સર્વ અવસ્થાને વિષે, ન્યારો સદા જણાય; પ્રગટરૂપ ચૈતન્યમય, એ એંધાણ સદાય.
– શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર - ગાથા – ૫૪ જે પ્રગટચૈતન્યપણું છે, એ એની સાક્ષી, એ એનું એંધાણ, એ એની નિશાની, એ એનું લક્ષણ છે. ચૈતન્યતા જીવનું લક્ષણ છે. ઉપયોગ લક્ષણે સનાતન સ્કુરિત એવો આત્મા છે. ઉપયોગ લક્ષણ કહો કે ચૈતન્ય લક્ષણ કહો, બંને એક છે.
બીજા પદાર્થના અંગીકારમાં, તેના અલ્પ માત્ર પણ જ્ઞાનમાં પ્રથમ જે હોય, તો જ થઈ શકે એવો સર્વથી પ્રથમ રહેનારો જે પદાર્થ તે જીવ છે. તેને ગૌણ કરીને એટલે તેના વિના કોઈ કંઈ પણ જાણવા ઈચ્છે તો તે બનવા યોગ્ય નથી, આત્મા નીકળી જાય પછી દેહ ઘણી ઇચ્છા કરે કે આને જાણું; જો કે, ઇચ્છા જ ના કરી શકે; પણ આ તો આપણે કલ્પનાથી વિચારીએ કે ઇચ્છા કરે તો પણ તે જાણી શકતો નથી. જાણનારો જુદો છે. જાણનારાને જાણો. જણાય છે તેને જાણો છો એ જાણનારા વગર જણાતું નથી. પણ જેના દ્વારા જાણો છો તેને જાણવાનો પ્રયત્ન કરો; તો આખી ચોર્યાશીની બાજી સમાપ્ત થઈ જાય તેમ છે. પછી તમને જગતના કોઈ પદાર્થના વિકલ્પ સતાવશે નહીં. એક વખત જાણનારને જાણશો પછી બીજું કંઈ જાણવાની ઇચ્છા પણ નહીં થાય. કેમ કે, જગતની જે વસ્તુઓ છે તે તેની જ્ઞાનશક્તિના કારણે સ્વયં જણાય છે. કેવળજ્ઞાનીઓને જાણવા માટે ઉપયોગ મૂકવો પડતો નથી, જ્ઞાનની સ્વચ્છતાના કારણે જણાય છે. ના જણાય તો તમને કંઈ નુક્સાન નથી. જણાય તો કોઈ લાભ નથી. માટે જાણવા અને ના