________________
૧૧૦
ભક્તિના વીસ દોહરા હશે તો અમદાવાદ છોડવું પડશે અને અમદાવાદમાં રહેવું હોય તો મોરબી છોડવું પડશે. એમ તું નક્કી કર કે તારે મોક્ષમાં જવું છે કે સંસારમાં રહેવું છે? મોક્ષમાં જવું હશે તો આ સંસારની આસક્તિ છોડવી પડશે અને સંસારમાં રહેવું હશે તો મોક્ષની ભાવના છોડવી પડશે.
સંસાર અને મોક્ષ એ બંને સાથે મળે નહીં. તરવું હોય તો આ એક જ ઉપાય છે, બીજો કોઈ ઉપાય છે નહીં. શોર્ટકટ કે લોન્ગકટકે એકે કટ નથી, આ એક જ કટછે. આવો મનુષ્યભવનો મહાદુર્લભ યોગ મળ્યો છે. પૂર્વે મળેલો મનુષ્યનો ભવ જેમ નિષ્ફળ ગયો તેમ આ ભવમાં પણ જો પ્રમાદ કરશો અને બીજા કાર્યોમાં અટકી જશો તો આ ભવ પણ નિષ્ફળ જશે. આ શાપ નથી, પણ વાસ્તવિકતા છે. જો આ ભવ તમારે વૃથા કાઢવો ના હોય તો સંસારના બધાય કાર્યોને સાપેક્ષપણે ગૌણ કરીને અને આત્માની સાધનાનો પુરુષાર્થ કરી લો. પરમકૃપાળુદેવે કહ્યું છે,
જો ઈચ્છો પરમાર્થ તો, કરો સત્ય પુરુષાર્થ; ભવસ્થિતિ આદિનામ લઈ, છેદો નહિ આત્માર્થ.
– શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર - ગાથા - ૧૩૦ *****