________________
છ પદનો પત્ર
હું એક, શુદ્ધ, સદા અરૂપી, જ્ઞાનદર્શનમય ખરે; કંઈ અન્ય તે મારું જરી, ૫૨માણુ માત્ર નથી અરે !
· શ્રી સમયસાર - ગાથા - ૩૮
મારો સુશાશ્વત એક દર્શનજ્ઞાનલક્ષણ જીવ છે; બાકી બધા સંયોગલક્ષણ, ભાવ મુજથી બાહ્ય છે.
૫૫૯
• શ્રી નિયમસાર - ગાથા - ૧૦૨
એક ભાવ સહિત ગાઈએ છીએ તો રોમ ઉલ્લસી જાય છે, તો ખરેખર દશા એવી આવી જાય ત્યારે એની અનુભૂતિ કેવી હોય ! ખરેખર એ દશામાં આવવાથી કેવી આત્માની મસ્તી આવે ! એનું કોઈ વર્ણન થઈ શકે એવું નથી. તો અહંભાવ-મમત્વભાવ સહિતનું જે સાધન થાય અને અહંપણું-મમત્વપણું રહિત થયા પછી જે સાધન થાય એમાં કેટલો તફાવત પડી જાય છે ! અહંપણા-મમત્વપણા સહિતના જે કાંઈ સાધન થાય છે એ આસવ-બંધમાં જાય છે અને એનાથી રહિતપણે જે સાધન થાય છે એ બધા સંવર-નિર્જરામાં જાય છે. પરંપરાએ બધા મોક્ષના હેતુભૂત થાય છે. પરમાં ‘હું’ પણું સ્થાપન કરવું એ જ અહંપણાનું સ્થાપન છે. ૫૨૫દાર્થમાં ‘હું’ પણાનું અજ્ઞાન કરવું એ અધમમાં અધમ કે પતિતમાં પતિત ભાવ છે. ‘અધમાધમ અધિકો પતિત, સકલ જગતમાં હુંય’. હું એટલે આ અહંપણાનો ભાવ. પરમાં અહંબુદ્ધિ એ ‘હું’.‘આ નિશ્ચય નહીં આવે તો ગમે તેટલા સાધન કરશો તો બધાંય સાધન બંધના કારણ થશે, મોક્ષના હેતુભૂત થશે નહીં. જ્ઞાનીપુરુષે અનુભવ કરીને આ અર્ક કાઢીને છ પદ આપણને આપ્યા છે. પિસ્તાળીસ આગમોનો અર્ક કાઢીને આ છ પદ મૂક્યા છે.
દર્શન ષટે સમાય છે, આ ષટ્ સ્થાનક માંહી; વિચારતાં વિસ્તારથી, સંશય રહે ન કાંઈ.
— શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર - ગાથા - ૧૨૮
છ’યે દર્શન, આખું જૈન દર્શન, પિસ્તાળીસ આગમ, ચૌદ પૂર્વ આમાં આવી જાય છે. આ પણ કળિકાળનું અચ્છેરું છે કે છ પદ તમને કળિકાળમાં મળ્યા. આ જમાનામાં તમને ભેળસેળ વગરની શુદ્ધ વસ્તુ મળે તો ભાગ્ય કહેવાય, એમ આ કાળની અંદરમાં તત્ત્વની ભેળસેળ કર્યા વગરની વાત (શુદ્ધ વસ્તુ) તમને મળી. તત્ત્વની વાત, આત્મજ્ઞાન પ્રાપ્ત કરાવે, સમ્યગ્દર્શન પ્રાપ્ત કરાવે એવી આપણા હાથમાં આવી છે.