________________
ત્રણ મંત્રની માળા
૬૨૧ જ પરમગુરુ પદ પ્રગટ થાય છે. માટે જેટલો શક્ય હોય તેટલો સવિકલ્પ અવસ્થામાં બુદ્ધિપૂર્વક તેનો આશ્રય કરો. પછી આગળ વધશો તો ધીમે ધીમે નિર્વિકલ્પ અવસ્થામાં અબુદ્ધિપૂર્વક પણ થશે. આપણે અમુક કામ હાથમાં લઈએ છીએ, પછી થોડા સમયમાં કંટાળીને છોડી દઈએ છીએ. એની પાછળ બરાબર લાગ્યા રહેવું જોઈએ તે લાગ્યા રહેતા નથી. કેમ કે, આપણી પાસે શ્રદ્ધાનું બળ ઓછું છે. પછી બીજા કોઈ બીજો મંત્ર આપે કે તમે આ નવપદજીનું ધ્યાન કરો, તો આપણે એ કરવા લાગી જઈએ છીએ. જો કે, નવપદજીનું ધ્યાન પણ સહજાત્મસ્વરૂપમાં આવી જાય છે. સોહમ્, નવકારમંત્ર આ બધા એકાર્યવાચક મિત્રો છે. આ સહજાત્મસ્વરૂપનું ધ્યાન કેવી રીતે કરવું? એ વિષે “શ્રી દ્રવ્યસંગ્રહમાં એક ગાથા મૂકી છે કે -
मा चिट्ठह मा जंपह मा चिंतह किवी जेणहोई थिरो ?
अप्पाअपभिखओ इणमेव परमहवे जाणं ॥ મા વિક્રદ એટલે કાયાથી કોઈપણ પ્રકારની ચેષ્ટા કરો નહીં. સ્થિર રહો. જો કાયા અસ્થિર હશે તો ધ્યાન જામેલું હશે તો પણ છૂટી જશે. મન, વચન, કાયાની અને ઉપયોગની એકાગ્રતા એ ધ્યાન. ધ્યાન એટલે એકાગ્રતા. મા કંપઢ-વાણી દ્વારા કોઈ પણ પ્રકારનું ઉચ્ચારણ કરો નહીં. પહેલા બહિરંગ જલ્પનો ત્યાગ, પછી ક્રમે કરીને અંતરંગ જલ્પનો પણ ત્યાગ, પછી શ્વાસોચ્છવાસની સાથે એ મંત્રની ધ્વનિ ચાલ્યા કરે છે. એને તમે જોયા કરો. તે પછી તમે જેને જુઓ છો એ તમે નથી, પણ જે જોનાર છે તે તમે છો, જાણનાર છે તે તમે છો. એવી તમારી જે અખંડ જ્ઞાયક સત્તા તેને સહજાત્મસ્વરૂપ કહેવામાં આવે છે. તમારી શુદ્ધ ચૈતન્યસત્તાને સહજાત્મસ્વરૂપ કહેવામાં આવે છે, તે તમે છો. તે સિવાય અન્યમાં તમે તમારું અહપણું કર્યું, મમત્વપણું કર્યું, પોતાપણું માન્યું - એ મિથ્યાત્વ અને અજ્ઞાન છે. તમે શરીરની કોઈ ક્રિયા કરી શકતા નથી, મનની કોઈ ક્રિયા કરી શકતા નથી, વચનની કોઈ ક્રિયા કરી શકતા નથી; તો દુનિયાના બાહ્ય પદાર્થોની ક્રિયા તો તમે શું કરી શકો?
હું પામર શું કરી શકું? એવો નથી વિવેક; ચરણ શરણ ધીરજ નથી, મરણ સુધીની છેક.
– શ્રીમદ્ રાજચંદ્ર - ભક્તિના વીસ દોહરા હું પામર પરમાં શું કરી શકું? પરમકૃપાળદેવ કહે છે કે એક તણખલાના બે કટકા કરવા પણ અમે શક્તિમાન નથી. તમારું કાર્ય માત્ર જાણવા-જોવાનું છે, એ પણ વ્યવહારથી, નિશ્ચયથી તો તમે પરને પણ જાણતાં-જોતાં નથી. તમે તમને જાણો છો અને જુઓ છો. સ્વને જાણતાં