________________
૬૬૬
દુર્લભ એવો મનુષ્યદેહ - બાહ્યાંતર નિગ્રંથ ધર્મનો સદાય આશ્રય રહો. પોતાની શક્તિ તથા ભૂમિકા અનુસાર નિર્ગથતાનો આશ્રય નિરંતર કરવો. તે પણ શ્રી સદ્ગુરુએ કહ્યો છે એવા નિગ્રંથ માર્ગનો, તમારી કલ્પનાનો નહીં. સદ્દગુરુદેવ શ્રી કુંદકુંદાચાર્ય ભગવાને શ્રી પ્રવચનસાર, શ્રી અષ્ટપાહુડમાં નિગ્રંથમાર્ગનું જે વર્ણન કર્યું છે એ પ્રકારનું યથાજાતરૂપધર મુનિપણું એ બાહ્ય નિગ્રંથપણું છે. તાણાવાણો પણ શરીર ઉપર હોતો નથી. એક લંગોટ હોય તો પણ એ શ્રાવક છે, મુનિ નથી. આ અનાદિની નિગ્રંથ પરિપાટી છે. સદૂગુરુનો કહેલો માર્ગ એ પરિપાટીથી વિરુદ્ધ નથી. બાકીનો પોતાની કલ્પનામાંથી અથવા કલ્પિત શાસ્ત્રોમાંથી શોધેલો માર્ગ છે કે જે શાસ્ત્રોમાં ઘાલમેલ કરવામાં આવી છે, એટલે કે વસ્ત્રધારીને સાધુ બતાવવામાં વ્યા છે. વસ્ત્ર એ પણ પરિગ્રહ છે. દેહમાં અહ-મમત્વપણું હોય તો દેહ પણ પરિગ્રહ છે. એવું નથી કે વસ્ત્ર પરિગ્રહ છે અને દેહ નથી.
જેમાં જેમાં મૂછ એટલે કે આસક્તિ છે એ બધો પરિગ્રહ છે. અજ્ઞાની ભલે ગમે તેટલો ઊંચામાં ઊંચો ત્યાગ કરે તો નવ રૈવેયક સુધી જાય. નિગ્રંથપણું યથાર્થ પાળી શક્યા નથી માટે ત્યાં ગયા. હંમેશાં નિગ્રંથમાર્ગનું ચિંતવન કરવું, મનન કરવું. શાસ્ત્રના આધારથી, ભગવાનની વાણીના આધારથી અથવા પ્રાચીન આચાર્યોજે રત્નત્રયધારી થઈ ગયા એમના બોધના આધારે નિગ્રંથમાર્ગ જાણવો. “શ્રી અષ્ટપાહુડીમાં શીલપાહુડ અને ભાવપાહડ મહત્ત્વના છે. તેમાં દ્રવ્યલિંગી મુનિ અને ભાવલિંગી મુનિની યોગ્યતા વિષે ઘણી સૂક્ષ્મતાથી વર્ણન કરવામાં આવ્યું છે. તે વાંચશો તો તમને ખ્યાલ આવશે કે નિગ્રંથમાર્ગ યથાર્થ પાળનારા કેટલા છે? નિગ્રંથમાર્ગ ઉત્તમ છે, પણ યથાર્થપણે પળાયતો. મિથ્યાત્વ સહિતનું નિગ્રંથપણું મોક્ષમાર્ગમાં કાર્યકારી નથી. ઠીક છે, સામાન્ય દેવલોકમાં જાય; કારણ કે પાપ છોડ્યા છે. મુનિપણું પાળીને જીવ દેવલોકમાં પણ અનંતવાર ગયો અને દેવલોકમાંથી નીચેની ભૂમિકામાં પણ અનંતવાર આવી ગયો. દેવલોકમાંથી એકેન્દ્રિય સુધી પહોંચી જાય છે. માટે તે સાચો મોક્ષમાર્ગ નથી.
નિગ્રંથનો પંથ ભવ અંતનો ઉપાય છે. બાહ્યાંતર નિગ્રંથ જે છે તે મુનિનો સાચો મોક્ષમાર્ગ છે. એટલે નિગ્રંથમાર્ગનું ચિંતવન કરવું. આચાર્ય-ઉપાધ્યાય-સાધુ ભગવાનના સ્વરૂપનું ચિંતવન કરવું. એમના ગુણોનું ચિંતવન કરવું. એમની દશાનું ચિંતવન કરવું અને શ્રદ્ધામાં યથાર્થ દઢતા રાખવી કે મોક્ષમાર્ગ બાહ્યઅત્યંતર આવો હોય ને વર્તમાનમાં ભૂમિકા અનુસાર એમાંથી જેટલું અંગીકાર થઈ શકે તેટલું કરવું.બાકીનાની શ્રદ્ધા રાખી અનુમોદના કરવી. જે એવું પાલન કરતા હોય એમની અનુમોદના કરવી. બાહ્ય નિગ્રંથપણું બહારમાં દશ પ્રકારના પરિગ્રહનો ત્યાગ તથા અંતરંગ નિગ્રંથપણું