________________
ક્ષમાપના
૨૮૨ અનાદિકાળમાં બધું મળ્યું પણ સમ્યગદર્શન નથી મળ્યું; તો સમ્યગ્રદર્શન મૂલ્યવાન કે જગતના પદાર્થો કે સુખ મૂલ્યવાન? જ્યારે પુરુષ મળી આવ્યા ત્યારે તેમનું માહાસ્ય જાણ્યું નહીં. કદાચ કોઈ પુણ્યના ઉદયના કારણે મળી જાય અને જો પાત્રતા હોય તો કાર્ય થાય. મળવું એ પુણ્યનું કામ છે અને કાર્યની સિદ્ધિ કરવી એ પાત્રતાનું કામ છે. પરમકૃપાળુદેવ હજારોને મળ્યા પણ કામ કાઢી જનારા માંડ બે-ચાર જીવો. જ્ઞાનીઓના નામે વ્યાપાર ચાલશે અને જગતના જીવો પોતાની અંગત કમાણીઓ કરતા જશે. સપુરુષ મળ્યા, બોધ મળ્યો પણ સત્પરુષનું કે સન્દુરુષના બોધનું માહાત્મ પરમાર્થદષ્ટિથી આવે તો આત્માને હિતકારી થાય. આપણે હજારો વાર ભગવાનની દિવ્યધ્વનિ' સાંભળી છે પણ માહાભ્યનહોતું આવ્યું તો એના નિમિત્તે આપણું કલ્યાણ આપણે કરી શક્યા નહીં. હવે ચોથા આરાના જીવોને પણ જો ભગવાનના બોધનું માહાત્મા ન આવ્યું તો આ પંચમકાળના જીવોને જ્ઞાનીઓના બોધનું શું માહાત્મ આવે? માહાસ્ય જાણ્યું નહીં, તેમને સામાન્યમાં ગણી કાઢ્યા અથવા તો પૂરા સાંભળ્યા જ નહીં! “એમને રોજ બોલવાની ટેવ છે અને આપણને સાંભળવાની ટેવ છે!' સત્સંગમાં પાંચ મિનિટ થાય ને કંટાળો આવે, જયારે ટી.વી. સમક્ષ ત્રણ કલાક એકીટસે બેસી રહે! અહીંથી ગયા પછી ફરીને આ મનુષ્યનો ભવ, જિનેન્દ્રનો ધર્મ અને જ્ઞાનીઓના વચનો મળવા પરમ પરમ દુર્લભ છે.
મૌલવી સાહેબ એક રાજાને રોજ કુરાનેશરીફ સંભળાવે. સમય થાય એટલે દરરોજ રાજા આવી જાય. બેસે ને સાંભળે. આ વર્ષોનો નિયમ. એમાં એક વખત રાજાને કંઈ બહારગામ જવાનું થયું. રાજાએ કહ્યું કે ભાઈ પગાર તો આપણે મૌલવીને આપીએ જ છીએ. મૌલવી કહે કે આપના બદલે આપના પુત્રને બેસાડો. રાજા કહે કે ભાઈ, અમને તો સાંભળવાની કળા આવડે છે, આ પુત્રએકવચન સાંભળે અને રાજપાટ મૂકીને જતો રહેતો મારું રાજ્ય બિનવારસી થઈ જાય. એના કરતાં તમે રજા રાખો અને હું આવીશ ત્યારે સાંભળીશ ! સાંભળ્યા પછી ટસના મસ ન થાય એવા જીવો મોટી સંખ્યામાં આ કાળમાં અહીં હોય છે! અનંતવાર આટલા જ્ઞાનીઓના બોધ સાંભળ્યા અને છતાંય આપણે ટસના મસ નથી થયા! સપુરુષના એક-એક વચનને લક્ષમાં લેવાથી કોઈ કોઈ જીવ સંસાર તરી ગયા છે ને મોક્ષે ગયા છે. જ્ઞાનીપુરુષના એક-એક વચનમાં અનંત આગમનો સાર છે.
પંચપરમેષ્ઠિના ચૌદ પૂર્વનો સાર આવી ગયો. પંચપરમેષ્ઠિનો સંક્ષેપ “ૐ છે અને આ બધાય શુદ્ધ આત્માના એકાWવાચક નામો છે. શુદ્ધ આત્માના પ્રતીકો છે અને એમના જેવા જ આપણે આત્મા છીએ.