________________
દુર્લભ એવો મનુષ્યદેહ
૬૬૭
એટલે મિથ્યાત્વ અને અનંતાનુબંધી કષાય, અપ્રત્યાખ્યાનાવરણીય કષાય તથા પ્રત્યાખ્યાનાવરણીયનો અભાવ અને મંદ સંજ્વલન કષાયનો ઉદય તથા નવ નોકષાયનો ત્યાગ. આવા મુનિ કેવા હોય ? અંતર્મુહૂર્તમાં આત્માની અનુભૂતિ કરતા હોય છે. તો જ તેમનું છઠ્ઠું - સાતમું ગુણસ્થાનક ટકે છે. એવી અનુભૂતિ ન હોય અને કાલ્પનિક અનુભૂતિ માની લીધી હોય તો તે કાર્યકારી નથી, લાભકારી નથી. માન્યતાનું ફળ નથી, પણ દશાનું ફળ છે. વળી, આ પડતો કાળ છે. છઠ્ઠા – સાતમા ગુણસ્થાનકમાં વર્તતા મુનિઓ બહુ જ વીરલા હોય છે. પણ અત્યારે તો આપણે શ્રદ્ધા કરવાની છે કે સાચા મુનિ આવા હોય અને તેનું વર્ણન જોવું હોય તો પરમકૃપાળુદેવ રચિત ‘અપૂર્વ અવસ૨' માં જોઈ લેવાનું કે નિગ્રંથ માર્ગ બાહ્યાંતર કેવો હોય ?
તે ગુરુ મેરે મન બસો, જે ભવજલધિ જિહાજ; આપ તિરહિ પર તારહિ, ઐસે શ્રી ઋષિરાજ. તે ગુરુ મેરે મન બસો.
તેમાં મુનિનું સુંદર વર્ણન આવે છે કે ઉનાળામાં કેવી રીતે તપશ્ચર્યા કરે છે, કેવા મહાવ્રત પાળે છે, કેવા દશ લક્ષણ ધર્મનું પાલન કરે છે, કેવું ધ્યાન કરે છે વગેરે.
તે ગુરુચરણ જહાં ધરે, જગમેં તીરથ તેહ; સો રજ મમ મસ્તક ચહો, ભૂધર માંગે એહ. તે ગુરુ મેરે મન બસો.
વળી, પરમકૃપાળુદેવે મુનિઓનું અદ્ભુત વર્ણન કર્યું છે કે,
શાંતિકે સાગર અરુ, નીતિ કે નાગર નેક, દયાકે આગર જ્ઞાન, ધ્યાન કે નિધાન હો; શુદ્ધ બુદ્ધિ બ્રહ્મચારી, મુખબાની પૂર્ણ પ્યારી, સબનકે હિતકારી ધર્મ કે ઉદ્યાન હો; રાગ દ્વેષ સે રહિત, પરમ પુનિત નિત્ય, ગુનસે ખચિત ચિત્ત, સજ્જન સમાન હો; રાયચંદ્ર ધૈર્યપાલ, ધર્મઢાલ ક્રોધકાલ, મુનિ તુમ આગે મેરે, પ્રનામ અમાન હો.
· શ્રીમદ્ રાજચંદ્ર