________________
ક્ષમાપના
૨૯૯
રત્નત્રયના અભેદ પરિણામ સિવાય આત્માનું હિત એકેય ભાવમાં નથી. એટલે આવું હિત કરવાના ભાવ જાગે એટલે રત્નત્રયને પ્રગટ કરવાના ભાવ જાગે ત્યારે જિજ્ઞાસુ કે આત્માર્થી બને. જિજ્ઞાસુ કે આત્માર્થી બને ત્યારે સદ્ગુરુનો બોધ પરિણામ પામે.
પાત્ર વિના વસ્તુ ન રહે, પાત્રે આત્મિક જ્ઞાન; પાત્ર થવા સેવો સદા, બ્રહ્મચર્ય મતિમાન.
– શ્રી મોક્ષમાળા – શિક્ષાપાઠ - ૩૪
કલ કરે સો આજ કર, આજ કરે સો અબ; પલ મેં પરલય હોએગી, બહુહર કરોગે કબ ?
એના વિચાર વિવેકપૂર્વક શાંતભાવે જો કર્યા.
- કબીરજી
- શ્રી મોક્ષમાળા - શિક્ષાપાઠ - ૬૭
તત્ત્વરૂપથી એ ઓળખે, તે જન પહોંચે શાશ્વત સુખે; શાંતિનાથ ભગવાન પ્રસિદ્ધ, રાજચંદ્ર કરુણાએ સિદ્ધ. - શ્રી મોક્ષમાળા - શિક્ષાપાઠ – ૨
-―
-
જે ભાવથી સંસાર ઊભો થાય છે એ બધાય ભાવો છોડવાના છે એટલે કે શુભાશુભ બંને ભાવો છોડવાના છે. કેમ કે, શુભભાવથી પણ સંસાર ઊભો થાય છે, અશુભભાવથી પણ રાંસાર ઊભો થાય છે. પહેલા અશુભભાવ છોડવાના છે, પછી શુભભાવ પણ છોડવાના છે. તત્ત્વવિચારનું ફળ આત્મજ્ઞાન છે. નવતત્ત્વના વિચારની અંદર ઉપયોગને લગાડશો તો આ સંસ્કાર દૃઢ થશે અને એ દૃઢ થયેલા સંસ્કાર દ્વારા ઉપયોગ સહજપણે સ્વરૂપમાં સ્થિર થશે. બાકી તો કેવળી પાસે પણ રહી ગયો કોરો ! ‘અધૂરા મૂકીને આવ્યો છે અને અધૂરા મૂકીને જવાનો છે.’
આ તો કૃપાળુદેવના વચન છે. જ્ઞાનીપુરુષના એક-એક વચનમાં અનંત આગમોનો સાર હોય છે. જુઓ ! આનંદઘનજી મહારાજનું સ્તવન ‘ઋષભ જિનેશ્વર પ્રીતમ માહો !' આપણે ઘણી વખત વાંચીએ છીએ અને અર્થ કરીએ છીએ પણ પરમકૃપાળુદેવે જે અર્થ લખ્યા છે એ વાંચો તો ખ્યાલ આવે કે ઓહોહો ! શું ઊંડાણ છે એની અંદર. આખી ચોવીસી કરવાના હતા, પણ ના થઈ શકી કે થઈ હોય તો મળી નહીં. જે હોય તે, પણ એક જ સ્તવન જોતાં એમ લાગે છે કે જો પરમકૃપાળુદેવે આના અર્થ કર્યા હોત તો જગતના જીવોને ઘણા લાભનું કારણ થાત. જો કે એમણે એમના પદોમાં ઘણું આપ્યું છે અને પત્રમાં પણ ઘણું આપ્યું છે.