________________
૨૩૦
શું સાધન બાકી રહ્યું ? ઉપાસના જિનચરણની, અતિશય ભક્તિસહિત; મુનિજન સંગતિ રતિ અતિ, સંયમ યોગ ઘટિત.
– શ્રીમદ્ રાજચંદ્ર - પત્રાંક - ૯૫૪ - ૧/૫ સપુરુષની ઉપાસના કરતાં કર્મનો ક્ષય થાય. કર્મનો ક્ષય તો આત્માના આશ્રયે થાય છે, પણ પુરુષો આત્માનો આશ્રય કેમ થાય એની આપણને પ્રેરણા કરે છે, વિધિ બતાવે છે અને તે પ્રકારે આશ્રય કરીએ ત્યારે કર્મનો ક્ષય થાય છે. એટલે સપુરુષ ઉપર આરોપ આવે છે કે સત્પષના કહેવાથી કર્મનો ક્ષય થયો. દેવ-ગુરુ-ધર્મ પ્રત્યેની શ્રદ્ધા, પ્રેમ, અર્પણતા અને એમની આજ્ઞા પ્રમાણે જીવન જીવવાનો પુરુષાર્થ – આ બધુંય જોઈશે. પુરુષની વિનય સહિત, ભક્તિ સહિત ઉપાસના કરવાથી સત્પરુષનો બોધ અંદરમાં યથાર્થ પરિણામ પામે છે; નહીં તો બોધનું પરિણમન થતું નથી. જ્ઞાનીપુરુષનો બોધ હજાર માણસો સાંભળતા હોય, પણ પરિણમન બે-પાંચને જ થાય છે કારણ કે, જ્ઞાની પુરુષ પ્રત્યે જે અર્પણતા છે, જે પ્રેમ છે, જે વિનય છે, જે ભક્તિ છે, જે બહુમાન છે, તે બાકીનાને નથી. જેને આવું બહુમાન, ભક્તિ ને પ્રેમ હોય છે તેને જ્ઞાનીઓના બોધનું પરિણમન સહજમાં થઈ જાય છે. આ જ અનાદિકાળનો માર્ગ છે. “મોક્ષમાર્ગમાં પ્રવૃત્તિ બની છે, એક જ્ઞાનીપુરુષની અને એક જ્ઞાનીપુરુષના સાચા આશ્રયવાનની.” આ શ્રદ્ધા દેઢ હોવી જોઈએ. જ્ઞાન ઓછું હશે તો ચાલશે પણ શ્રદ્ધા ઓછી હશે તો નહીં ચાલે, જ્ઞાન દુર્લભ નથી, ચારિત્ર દુર્લભ નથી, શ્રદ્ધા દુર્લભ છે.
सद्धा परम दुल्लहा। શ્રદ્ધા પરમ દુર્લભ છે. અનાદિકાળમાં આપણે અનંતવાર મુનિ થયા, શાસ્ત્રજ્ઞાની થયા, ક્રિયાકાંડી થયા, અનેક પ્રકારની તપશ્ચર્યાઓ કરી, છતાં શ્રદ્ધાની વિપરીતતાના કારણે બધી સાધના સંસારના હેતુભૂત થઈ, મોક્ષના હેતુભૂત બની નહીં. જુઓ! આ શ્રદ્ધાની વિપરીતતા. શ્રદ્ધાનું સમ્યફપણું થવાની સાથે જ્ઞાન, ચારિત્રની બધી સાધનાનું સમ્યકપણું આવે છે. જો શ્રદ્ધાનું વિપરીતપણું હોય તો જ્ઞાન, ચારિત્ર કે સાધનાનું સમ્યકપણું આવતું નથી અને એ સમજાવવા માટે આ બધા શાસ્ત્રો છે. પુરુષની ઉપાસના થાય, એમના પ્રત્યે સર્વાર્પણપણે અર્પણતા થાય, શ્રદ્ધા થાય, એમના પ્રત્યે પ્રેમ આવે – આ માર્ગને સમજાવવા માટે જ બધા શાસ્ત્રો લખાયા છે. એ હોય તો શાસ્ત્ર વાંચતા પોતાને તેવો જ અનુભવ છે એમ જણાય. આ
હોય અને શાસ્ત્ર વાંચે તો તેને અંદરમાં સાખ આવે કે, મારી માન્યતા આ જ છે. શાસ્ત્ર વાંચ્યા - નથી, પણ પહેલી વખત વાંચે છે, છતાં તેને ભગવાન પ્રત્યેનો, ગુરુ પ્રત્યેના પ્રેમ છે, બહુમાન