________________
ક્ષમાપના
૩૮૩
પાછા ફર્યા નથી. કેમ કે, ભગવાનના ગુણોને ઓળખ્યા નથી. બોલ્યા છે ઘણા, ગાયા છે ઘણા, પણ સાચા ઓળખીને બોલ્યા કે ગાયા નથી.
સ્વામી ગુણ ઓળખી, સ્વામીને જે ભજે, દરશણ શુદ્ધતા તેહ પામે;
જ્ઞાન ચારિત્ર તપ વીર્ય ઉલ્લાસથી, કર્મ ઝીપી વસે મુક્તિ ધામે. તાર. - શ્રી દેવચંદ્રજી કૃત મહાવીરજિન સ્તવન વિભાવથી પાછો ફરે તો ભગવાનની ભક્તિ અને ભગવાનનો આશ્રય સાચો. ભગવાનનો આશ્ચય લે, ભગવાનની ભક્તિ કરે ને વિભાવથી પાછો ના ફરે તે બધી બાહ્ય ભક્તિ કે વ્યવહાર ભક્તિ કે સામાન્ય ભક્તિ છે. તમે જે દેશમાં જાવ તે દેશની સારામાં સારી વસ્તુ લઈને આવો છો. જેમ કે, રાજકોટના સિયારામના પેંડા, અમદાવાદનું અચરતલાલનું ચવાણું. એમ જ્ઞાન તો ભગવાનનું, આનંદ તો ભગવાનનો, દર્શન તો ભગવાનનું, અનંતવીર્ય તો ભગવાનનું. બસ ભગવાનમાંથી આ લેવાનું છે. ત્રણ લોકના નાથ શુદ્ધ આત્મસ્વરૂપ ભગવાન છે. આત્માની શુદ્ધ અવસ્થા એનું નામ ભગવાન છે. એ કાર્ય ૫રમાત્મા અને આત્માનો ત્રિકાળી ધ્રુવ સ્વભાવ એ કારણ પરમાત્મા. એ કારણ પરમાત્માનો આશ્રય કરવાથી કાર્ય પ૨માત્મપણું પ્રગટ થાય છે.
શક્તિ અપેક્ષાએ તમે બધા ભગવાન છો, ત્રણ લોકના નાથ છો, એ શક્તિનું ભાન થાય તો શક્તિ વ્યક્ત થયા વગર રહે નહીં. તું ત્રણ લોકનો નાથ છે અને ભિખારીની જેમ ભીખ માંગે છે ! ‘સાહેબ ! તમારો ઓર્ડર નથી આવ્યો ઘણા સમયથી.' જ્યાં જાય ત્યાં બધે ભીખ માંગે છે. મંદિરમાં જાય તો પણ ભીખ માંગીને જ આવે ! હવે મારે કાંઈ નથી જોઈતું એમ કહીને કોઈ દિવસ આવ્યો છું ? જંગતનો કોઈ પદાર્થ કંઈ કામ આવતો નથી. એનો હું સ્પર્શ પણ કરી શકતો નથી. એને હું ભોગવી પણ શકતો નથી, એનો હું માલિક પણ થઈ શકતો નથી, એની સાથે મારે કંઈ લાગતુંવળગતું કે લેવા-દેવા નથી. હવે મારે કંઈ ન જોઈએ. એક આપના જેવી સ્વરૂપદશા પ્રગટ કરું, આત્મદશા પ્રગટ કરું, એ સિવાય મારે કશું જોઈતું નથી. તે પણ તમને પ્રાર્થના કરું છું, માંગતો નથી. કારણ કે, પ્રાર્થનાના બળથી મારી સ્વભાવ દષ્ટિ થાય છે ને મારામાં પરમાત્મપણું પ્રગટ થાય છે, આવું માહાત્મ્ય લાવવાનું છે. કેમ કે,
આત્માથી સૌ હીન.
– શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર - ગાથા - ૧૨૫
-