________________
છ પદનો પત્ર
એ અપૂર્વ વાણી તથા પરમશ્રુતનો બોધ સપ્રમાણ હોય છે અને એ સપ્રમાણ બોધ જે જીવને મળે તે સમ્યક્ત્વને પામે છે.
૫૫૨
સપ્રમાણતા પછી આગળનું સ્ટેપ શું છે ? પરમ નિશ્ચય. પરમ એટલે ઉત્કૃષ્ટ. ઉત્કૃષ્ટ નિશ્ચય એટલે હવે ડગ્યો ડગે નહીં. સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રના માર્ગનો અને સ્વરૂપનો એને જે નિશ્ચય થયો છે તે ગમે તે થાય તો પણ ડગે નહીં. તત્ત્વની કોઈ પણ વિપરીતતાને અંદરમાં સ્વીકાર ના કરે. સર્વ ધર્મ સરખા એવું અહીં નથી. સર્વોત્કૃષ્ટ દર્શન તે વીતરાગ દર્શન, જૈન દર્શન છે. એનો અંદ૨માં સ્વીકાર આવવો જોઈએ.
સર્વદર્શન તરફ સમભાવ રાખવો એમ જ્ઞાનીઓ આપણને કહે છે અને એ રાખવો જોઈઅ. કેમ કે, કોઈ દર્શન તરફ કષાય કરવાનું કહ્યું નથી. જેટલું દર્શન જેટલા અંશે સત્ય છે એટલા અંશે સ્વીકા૨ ક૨વો અને જેટલા અંશે વીતરાગ દર્શનથી વિપરીત આવે છે કે ન્યૂન આવે છે તો તેટલા અંશે એનો સ્વીકાર ના થઈ શકે. તત્ત્વની બાબતમાં જ્ઞાનીપુરુષો કોઈ બાંધછોડ નથી કરતા. બીજી વ્યવહારની બાબતો બધી તમે કહેશો તો બાંધછોડ કરશે, પણ તત્ત્વની કોઈપણ ન્યૂન-અધિક કે વિપરીતતા આવશે તો જ્ઞાનીપુરુષો તેને માન્ય નહીં કરે. કેમ કે, અનુભવ દ્વારા તત્ત્વનો પરમ નિશ્ચય છે. સપ્રમાણતાથી વિચારે તો, ‘વિચારતાં વિસ્તારથી, સંશય રહે ન કાંઈ.’ પછી બધા સંશય નીકળી જાય છે.
તેનો સર્વ વિભાગે વિસ્તાર થઈ તેના આત્મામાં વિવેક થવા યોગ્ય છે.' સર્વ વિભાગે એટલે આ છ પદના તમામ પડખાં અથવા નવતત્ત્વના તમામ પડખાં. છ પદ અને નવતત્ત્વ એ બેય એક જ વાત છે, કોઈ જુદી વાત નથી. ઉપયોગમાં, સમજણમાં, જ્ઞાનમાં છ’યે પદને દરેક પડખાંથી જાણે. જીવતત્ત્વને, અજીવતત્ત્વને આ બધાંયને નિશ્ર્ચયથી, વ્યવહારથી અને હેયશેય-ઉપાદેયથી સર્વ વિભાગે જાણે. જીવ તત્ત્વનું જે વર્ણન છે એ બધાંય પડખાંથી જ્યારે એ જાણી લે ત્યારે તેને વ્યવહારથી જીવ તત્ત્વનો નિર્ણય થયો કહેવાય. નિશ્ચયથી તો જીવ તત્ત્વનો નિર્ણય જ્યારે આત્માનો સાક્ષાત્કાર થાય ત્યારે થયો કહેવાય.
નવતત્ત્વમાં જીવ અને અજીવ એ બે પદાર્થ છે અને બાકીના સાત છે તે તેની અવસ્થાઓ છે, જીવ અને અજીવનો સંયોગ-વિયોગ થવાની અવસ્થાઓ છે. એ કંઈ મૂળ દ્રવ્ય નથી. એ બધી અવસ્થાઓ છે – પર્યાયો છે. દ્રવ્ય તો બે જ છે જીવ અને અજીવ. અજીવમાં પાંચ દ્રવ્ય આવી જાય છે અને જીવમાં એક જીવ એટલે છ’યે દ્રવ્યનો નિર્ણય થાય છે. છ'યે દ્રવ્યોનો સંયોગ વિયોગ કેમ થાય છે એનો નિર્ણય થાય છે. એમ આત્મા સાથે કર્મનો સંયોગ કેમ થાય છે, એનો નિર્ણય