________________
છ પદનો પત્ર
૪૮૭ સાહેબ એ વખતે હોય શુભભાવ, પણ જ્ઞાન છે કે આ ભાવ મારા નથી, હું આનો જ્ઞાતા છું. કર્તા તો મારા નિજભાવ, સમાધિભાવનો જ છું.
મુમુક્ષુ જ્ઞાની ઉત્કૃષ્ટ ભક્તિ કરે ?
સાહેબ કરે ને! સારામાં સારી કરે. તીર્થંકર નામકર્મ બંધાય એવી કરે. ઓછી ના કરે, પણ એ વખતે એનું જ્ઞાન હાજર છે.
જ્ઞાન છાંટણીનું કામ કર્યા જ કરે છે. તમે અત્યારે મારી સાથે વાત કરો તો હું નવીનભાઈ છું એ ભૂલી ગયા છો કે ખ્યાલ છે? ખ્યાલ છે. એમ જ્ઞાનીને શુભભાવ કરતી વખતે ખ્યાલમાં છે કે હું જ્ઞાન સ્વરૂપી આત્મા છું અને જ્ઞાનભાવ એ મારો સ્વભાવ છે. શુભભાવ સ્વભાવ નથી.
મુમુક્ષુ આ જ્ઞાનધારા ચાલે છે?
સાહેબઃ હા ચાલે છે ને. પ્રતીતિની ધારા ચાલે છે ને કે અટકી ગઈ છે? શ્રદ્ધામાં રહ્યું છે કે અટકી ગયું છે? શ્રદ્ધામાં છે તો જ્ઞાન સમ્યફ છે કે અસમ્યફ છે? ચારિત્રમાં અસ્થિરતા છે એટલે કરે છે. ચારિત્રની અસ્થિરતાના કારણે ભક્તિ થઈ છે. ચારિત્રની સ્થિરતા હોય તો ભક્તિ ના થાય. થાય છે ત્યારે દર્શન-જ્ઞાન સમ્યકુ છે કે વિપરીત છે? સમ્યગ્દર્શન અને સમ્યફજ્ઞાન છે કે નથી? ચાલુ છે તો પછી એ એનું કામ શું કરે? એ એને એકાકાર ન થવા દે. આ તો ભક્તિ છે, પણ કોઈ એવા વિષયોના ભોગમાં હોય તો પણ જ્ઞાન એને વિષયોમાં એકાકાર થવા દેતું નથી. એ વખતે પણ અલગ રાખે છે. અનંત સંસાર જેનો તૂટી ગયો છે, ગ્રંથિભેદ જેને થઈ ગયો છે એનો કાંઈ લાભ નહીં? સમયે સમયે લાભ અને છતાંયે જેટલું ચૂકે છે એટલો બંધ પણ છે. એવું નથી કે એને નિર્જરા જ ચાલે છે. જેટલા અંશમાં રાગ છે એટલા અંશમાં બંધ પણ છે અને જેટલા અંશમાં વીતરાગતા રહી છે એટલા અંશમાં એની નિર્જરા પણ ચાલે છે. ૪૧ પ્રકૃતિનો બંધ અટક્યો છે, પણ ૧૦૭નો ચાલુ છે. છતાં એ બંધ એવો નથી કે જે બંધ એનો અનંત સંસારપરિભ્રમણ કરાવે. જ્ઞાની સર્વથા અબંધ છે એવું નથી, પણ જ્ઞાનનું માહાભ્ય છે કે સંસારથી એને અલિપ્ત રાખે છે.
અહો ! સમદષ્ટિ આતમા, કરે કુટુંબ પ્રતિપાળ; અંતર્ગત ન્યારો રહે, (જયું) ધાવ ખિલાવે બાળ.
– શ્રી બૃહદ્ આલોચના