________________
૨૩૪
શું સાધન બાકી રહ્યું? આ દઢતા લાવો બસ. આ પહેલાં પ્રકારનું સમકિત છે. જ્ઞાનીઓ તમને આ આપવા આવ્યા છે કે આટલું સમકિત તો તમે અહીંથી લઈને જાઓ. જેમ “કટકો બટકો ખાજે, પણ રાણકપુરતો જાજે એ કહેવત છે, તેમ અહીં પણ કટકો બટકો ખાજે પણ સમ્યગદર્શન તો લેજે. તત્ત્વની શ્રદ્ધામાં કોઈ બાંધછોડ નહીં, એ તો આગમ અનુસાર, ભગવાન કેવળજ્ઞાનીના બોધ અનુસાર જ રહેવું જોઈએ.
તે જિજ્ઞાસુ જીવને, થાય સદ્ગુરુબોધ; તો પામે સમકિતને, વર્તે અંતરશોધ.
– શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર - ગાથા - ૧૦૯ સદ્ગુરુનો બોધ એ બધી મિથ્યા શ્રદ્ધા, માન્યતાઓ અને અજ્ઞાનને ટાળી નાંખે છે. જેમ એક દીવાનો પ્રકાશ થાય છે તો રૂમનું બધુંય અંધારું મટી જાય છે અને રૂમમાં રહેલા બધાય પદાર્થો દેખાય છે, તેમ જ્ઞાનીઓના બોધથી આપણને સમસ્ત વિશ્વના દરેક પદાર્થોનો નિર્ણય થઈ જાય છે અને આત્માનું સાચું ભાન થઈ જાય છે. પુરુષાર્થ તો તમારે જ કરવો પડશે. તમારા વતી બીજો કોઈ પુરુષાર્થ નહીં કરી શકે. સદ્દગુરુઆજ્ઞા જિનદશા, નિમિત્ત કારણ માંય.
– શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર - ગાથા - ૧૩૫ નિમિત્ત જોઈશે. નિમિત્ત વગર કોઈ જીવે માત્ર ઉપાદાનથી કાર્ય કર્યું હોય એવું નથી. માટીમાં ઘડો થવાની યોગ્યતા છે પણ કુંભારનું નિમિત્ત ના હોય તો કરોડો વર્ષો સુધી માટી પડી રહે તો પણ એમાંથી ઘડો થાય નહીં. હા, પણ ઘડાનો કર્તા કુંભાર નથી, એટલું અંદરમાં લક્ષ રાખવાનું. ઘડાનો કર્તા માટી છે. કુંભાર વગર ઘડો ના થાય એ વાત સાચી છે, પણ કુંભાર નિમિત્ત છે. આવો નિમિત્ત-ઉપાદાનનો સંબંધ છે. ઉપાદાનનું કાર્ય તો ઉપાદાનના સમ્યફ પુરુષાર્થથી જ થાય. એટલે આત્મજ્ઞાન સમ્યક પુરુષાર્થથી જ થાય અને તેમાં નિમિત્ત તરીકે દેવગુરુ-ધર્મ અને તેમનો બોધ હોય. તેનું વારંવાર ચિંતન કરવું. બીજું કે સ્વરૂપ અનુસંધાન વગર આત્માનું કલ્યાણ નથી. અંતર્મુખ ઉપયોગ થયા વગર સ્વરૂપ અનુસંધાન આગળ વધવાનું નથી અને વૈરાગ્ય, ઉપશમના બળ વગર અંતર્મુખ ઉપયોગ નહીં થઈ શકે, ઊંડાણમાં નહીં જઈ શકો, ઉપયોગ તમારો ફેંકાઈ જશે. માટે, ઉપશમ-વૈરાગ્યનું બળ હોય અને તત્ત્વની શ્રદ્ધાની યથાર્થતા હોય તો સમકિત તમારા માટે સહજ છે, વધારે અઘરું નથી. સહેલામાં સહેલું હોય તો તે સમકિત છે અને અઘરામાં અઘરું મિથ્યાત્વ છે. તમે એ અઘરામાં અઘરું કાર્ય કરો છો અને