________________
છ પદનો પત્ર
૪૭૧
સપના પણ આવે છે ને ખોટા સ્વપ્ના પણ આવે છે. તો આત્માનું કામ ચાલુ છે કે નહીં? રીલ ચાલુ જ છે. એમ બેભાન તો દુનિયાની દૃષ્ટિએ થઈ ગયા. દેહ સાથેની એકત્વપણાની અપેક્ષાએ થઈ ગયા, પણ અંદરમાં આત્મા કંઈ થોડો મૂચ્છિત થઈને રહ્યો છે. જ્ઞાનનું કાર્ય બંધ થઈ ગયું અને ઢંકાઈ ગયું એવું થોડું છે? એ કામ તો અંદરમાં ચાલે જ છે. વિશેષ સમજવા માટે પત્રક - પ૬૮ અને ૨૬૯ વાંચવો.
મુમુક્ષુ તેના માટે પહેલા અભ્યાસ જરૂરી છે ને?
સાહેબ: હા, અભ્યાસ થયો હોય તેની જ વાત છે. અભ્યાસ બેભાન થાય ત્યારે કરવાનો કે અત્યારે કરવાનો? અભ્યાસ તો કરો. આ પ્રશ્ન પછી આવે છે. અભ્યાસ કર્યા પછીનો પ્રશ્ન તમે પહેલા પૂછો છો !
ત્રીજું પદ - “આત્મા કર્તા છે. સર્વ પદાર્થ અર્થક્રિયા સંપન્ન છે. કંઈ ને કંઈ પરિણામક્રિયા સહિત જ સર્વ પદાર્થ જોવામાં આવે છે. આત્મા પણ ક્રિયાસંપન્ન છે. ક્રિયા સંપન્ન છે, માટે કર્તા છે. તે કર્તાપણું ત્રિવિધ શ્રી જિને વિવેચ્યું છે; પરમાર્થથી સ્વભાવપરિણતિએનિજસ્વરૂપનો કર્તા છે. અનુપચરિત (અનુભવમાં આવવા યોગ્ય, વિશેષ સંબંધ સહિત) વ્યવહારથી તે આત્મા દ્રવ્યકર્મનો કર્તા છે. ઉપચારથી ઘર, નગર આદિનો કર્તા છે.
ત્રણે પ્રકારે કર્તાપણું આપણને આમાં બતાવ્યું છે. એક તો પરમાર્થથી એટલે નિશ્ચયથી, બીજું વ્યવહારથી અને ત્રીજું ઉપચારથી. કર્તા-કર્મ સંબંધ એ એક અગત્યનો વિષય છે. “શ્રી સમયસાર માં પણ કર્તા-કર્મ અધિકાર લીધો છે. કર્તા-કર્મ અધિકારથી એ સમજી શકાય છે કે અજ્ઞાન અવસ્થાના કારણે જીવ અને અજીવનો સંબંધ એટલે કે આત્મા અને કર્મનો સંબંધ છે. અજ્ઞાન અવસ્થામાં જીવ અન્યભાવને પોતાના માને છે. અન્ય કાર્યને પોતાનું માને છે. એટલે તેના એ વિભાવ દ્વારા કર્મનો આસ્રવ થાય છે અને તે કર્મનો આત્માના પ્રદેશ સાથે બંધ થઈ જાય છે. જો કર્તા-કર્મ સંબંધનો ખ્યાલ આવે તો સંવર-નિર્જરાપૂર્વક કેમ વર્તાય તેની સાચી પ્રક્રિયાનો ખ્યાલ આવે. સંવર-નિર્જરાની પ્રક્રિયા એટલે ભેદવિજ્ઞાન - અન્ય ભાવને અને આત્મભાવને જુદા પાડવાનો પુરુષાર્થ. તે ન થાય ત્યાં સુધી કોઈપણ જીવ સંવર-નિર્જરા પૂર્વક પ્રવૃત્તિ કરી શકતો નથી અને સંવર-નિર્જરાની પ્રવૃત્તિ વગર કોઈ જીવ કર્મથી રહિત થઈ શકતો નથી.