________________
૩૨૮
ક્ષમાપના એવા અનેક આકારના થઈ જાય છે. હું પણ તે જ રીતે અનંત કાળથી આથડ્યો, તે આત્માનું ભાન ભૂલી જવાના કારણે. - હવે, બહારના અને અંદરના બંને ભગવાનને ઓળખવા હોય તો કોઈ સત્પરુષનું શરણ ગ્રહણ કરી એમની આજ્ઞા અનુસાર તત્ત્વની શ્રદ્ધા કરો, આત્માનો નિર્ણય કરો, આત્માની સાધના કરો. અજ્ઞાનીના કહેવાથી કે સ્વચ્છંદથી કરેલી બધી સાધના સંસારના હેતુભૂત થાય છે, મોક્ષના હેતુભૂત થતી નથી. પરમકૃપાળુદેવે કહ્યું છે, “મોક્ષમાર્ગમાં પ્રવૃત્તિ બેની ઘટે છે, એક જ્ઞાની પુરુષની અને એક જ્ઞાનીપુરુષના આશ્રયવાનની.” જ્યાં સુધી મિથ્યાત્વની ભૂલ રહેશે ત્યાં સુધી આ આથડવાનું, રઝળવાનું, રખડવાનું અને દુઃખ ભોગવવાનું ચાલુ રહેવાનું. આટલું આથડ્યા, રખડ્યા, રઝળ્યા, દુઃખ પામ્યા એ બધું જીવ ભૂલી ગયો છે અને વર્તમાનમાં પુણ્યના ઉદયના કારણે એ બાજુ દષ્ટિ જતી નથી. તો, પાપના ઉદયવાળાને તો દૃષ્ટિ ક્યાંથી જાય? આ દુઃખ કેમ આવ્યું? એ વિચારે તો ખ્યાલ આવે કે મેં પૂર્વે અજ્ઞાનભાવમાં જે કાંઈ કષાય કર્યા કે દોષ કર્યા એનું ફળ હું ભોગવું છે. સંસારમાં આથડ્યો, અજ્ઞાનને લીધે જન્મ-મરણ કર્યા, રઝળ્યો અને અનંત સંસારની વિટંબનામાં પડ્યો છું. જન્મ-મરણનું મૂળ કારણ શું છે? અજ્ઞાન અને તેના કારણે થતાં રાગ-દ્વેષ.
જન્મ, જરા ને મૃત્યુ, મુખ્ય દુઃખના હેતુ; કારણ તેનાં બે કહ્યાં, રાગ દ્વેષ અણહેતુ.
– શ્રીમદ્ રાજચંદ્ર - આંક - ૧૫ તમારું કોઈએ નુક્સાન કર્યું હોય અને દ્વેષ કરો તો બરાબર છે, તમને કોઈએ લાભ કર્યો હોય અને રાગ કરો તો બરાબર છે, પણ કોઈ તમારું બૂરું-ભલું કરી શકતું જ નથી અને થતું પણ નથી. એટલે અણહેતુ કહ્યું. રાગ-દ્વેષ થવાનું મૂળ કારણ પોતાને ભૂલી જવા રૂપ મિથ્યાત્વ છે. અજ્ઞાનને લીધે જન્મ-મરણ કર્યા અને જ્ઞાનના કારણે જન્મ-મરણના ફેરા ટળે.
કર્મભાવ અજ્ઞાન છે, મોક્ષભાવ નિવાસ; અંધકાર અજ્ઞાન સમ, નાશે જ્ઞાનપ્રકાશ.
– શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર ગાથા - ૯૮ અજ્ઞાનરૂપી અંધકાર સમ્યકજ્ઞાનરૂપી પ્રકાશથી દૂર થાય છે એટલે જયાં સુધી અજ્ઞાન છે ત્યાં સુધી જન્મ-મરણ ચાલવાના. જયાં સુધી આત્મજ્ઞાન નહીં થાય, અનુભવજ્ઞાન નહીં થાય,